Site icon

અદભૂત ચમત્કાર! 45 દિવસથી કોમામાં રહેલી નર્સ આવી ગઇ એકાએક હોશમાં, હતી કોરોના સંક્રમિત; જાણો કેવી રીતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,4 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

મંગળવાર 

ભારત સહિત દુનિયાભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. આ દરમિયાન લંડનમાં એક ચોંકવનારો મામલો સામે આવ્યો છે. જીવલેણ વાયરસ કોરોનાને  કારણે કોમામાં જતી રહેલી એક મહિલા નર્સ માટે ‘વિયાગ્રા’એ સંજીવનીનું કામ કર્યું છે. 37 વર્ષીય નર્સ મોનિકા અલ્મેડા છેલ્લા 45 દિવસથી કોમામા હતી અને તેને અનેક પ્રકારની સારવાર છતાં હોશમાં આવી શકી નહોતી પરંતુ જેવો તેને વિયાગ્રાનો ડોઝ આપવામાં આવ્યો કે થોડી જ વારમાં તે હોશમાં આવી ગઈ હતી.

મીડિયામાં પ્રકાશિત થયેલા એક અહેવાલ અનુસાર, મોનિકા નામની નર્સ NHS લિંકનશાયરમાં સતત કોરોના દર્દીઓની સારવાર કરી રહી હતી. આ દરમિયાન તે ઓક્ટોબરમાં કોરોનાની ઝપેટમાં આવી હતી. ધીરે ધીરે તેની તબિયત વધુ બગડવા લાગી અને લોહીની ઉલ્ટી પણ થવા લાગી. જે બાદ તેણે હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ત્યાંથી તેને ટૂંક સમયમાં રજા આપવામાં આવી. પરંતુ થોડા દિવસો પછી મોનિકાને ફરીથી શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. જે બાદ તે ફરીથી હોસ્પિટલ દાખલ થઈ. ત્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ તેનું ઓક્સિજનનું સ્તર સતત ઘટી રહ્યું હતું, જેના પછી તેમને ICUમાં દાખલ કરવી પડી હતી. ૧૬ નવેમ્બરે તે કોમામાં ચાલી ગઈ. ડોકટરોએ મોનિકાની સારવાર માટે અલગ આઈડિયા સૂઝ્‌યો અને વાયગ્રાની દવાથી તેની સારવાર કરી. 

જો આવું થશે તો મુંબઈ શહેર માં લોકડાઉન પાકું. પાલિકા કમિશનરે આ શરત મુકી. ચેતીને રહેજો…

વાસ્તવમાં, વાયગ્રાનો ઉપયોગ રક્ત પરિભ્રમણને સુધારે છે. વાયગ્રા ફેફસામાં ફોસ્પોડાયસ્ટેરીયઝ એન્ઝાઇમ ઉત્પન્ન કરે છે અને રક્તવાહિનીઓને ફેલાવીને ફેફસાંને આરામ આપવાનું કામ કરે છે. 

આ અદ્ભુત આઈડિયા મોનિકાના સહકર્મીઓનો હતો. જ્યારે મોનિકાને હોશ આવ્યો ત્યારે તેણે આ માટે ડોક્ટર્સ અને તેના સાથીદારો નો ભાર માન્યો. મોનિકાએ કહ્યું, ‘વાયગ્રાની દવાને કારણે મારો જીવ બચી ગયો. ૪૮ કલાકમાં મારા ફેફસાં કામ કરવા લાગ્યા. મને અસ્થમા પણ છે, જેના કારણે મારું ઓક્સિજનનું સ્તર ઘટી રહ્યું હતું.’ હવે મોનિકા પહેલા કરતા સારી છે અને તેના ઘરે વધુ સારવાર લઈ રહી છે. 

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version