Site icon

બ્યૂટી ટિપ્સ: સુંદર અને ચમકતી ત્વચા માટે દહીં થી બનેલા ફેસ પેક નો કરો ઉપયોગ, જાણો તેને બનાવવાની રીત વિશે

News Continuous Bureau | Mumbai

ઉનાળામાં દહીંનું (curd) સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે ફેસ પેક (face pack)બનાવવા માટે પણ દહીંનો ઉપયોગ કરી શકો છો. તેમાં લેક્ટિક એસિડ, ઝિંક અને મિનરલ્સ હોય છે જે સ્કિનને ગ્લોઇંગ બનાવે છે. દહીંથી બનેલા ફેસ પેકનો (curd face pack)ઉપયોગ ખીલ, કરચલીઓ અને ટેનિંગની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. આજના આર્ટીકલમાં અમે તમને જણાવીશું કે દહીંથી ફેસ પેક કેવી રીતે બનાવશો-

Join Our WhatsApp Community

1. દહીં અને ઓટ્સ

ચહેરા પર જમા થયેલા ડેડ સ્કિન સેલ્સને (dead skin cells) દૂર કરવા માટે તમે દહીંમાં ઓટ્સ મિક્સ (oats)કરીને લગાવી શકો છો. તેનાથી ચહેરા પર જમા થયેલી ગંદકી દૂર થાય છે અને ચહેરો ચમકદાર બને છે. આ માટે એક ચમચી ઓટ્સ પાવડરમાં (oats powder)બે ચમચી દહીં મિક્સ કરો. હવે તેને તમારા ચહેરા અને ગરદન પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. તેને લગભગ 15 મિનિટ માટે રહેવા દો અને તે પછી ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

2. દહીં અને મુલતાની માટી 

ઉનાળામાં ટેનિંગની સમસ્યાને દૂર કરવા માટે તમે દહીં અને મુલતાની માટીથી બનેલા ફેસ પેકનો (curd and multani mitti face pack) ઉપયોગ કરી શકો છો. આ ફેસ પેક ખાસ કરીને તૈલી ત્વચાવાળા (oily skin)લોકો માટે ફાયદાકારક છે. આ માટે એક બાઉલમાં બે ચમચી મુલતાની માટી, એક ચમચી દહીં અને એક ચમચી એલોવેરા જેલ(aloe vera gel) મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર લગાવો અને ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ સુધી રાખો. પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. તેના ઉપયોગથી ચહેરાની કાળાશ દૂર થાય છે.

3. દહીં અને મેથી

ચહેરા પર વધતી ઉંમરના ચિહ્નોને ઘટાડવા માટે પણ દહીંનો (curd) ઉપયોગ ફાયદાકારક માનવામાં આવે છે. આ માટે તમારે મેથીનો બનેલો ફેસ પેક જરૂર લગાવી શકો છો. આ માટે એક બાઉલમાં એક ચમચી મેથીનો પાવડર લો. હવે તેમાં એક ચમચી દહીં, અડધી ચમચી બદામનું તેલ(almond oil) અને અડધી ચમચી ગુલાબજળ (rose water) ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તેને તમારા ચહેરા અને ગરદન પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. 10 મિનિટ પછી ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ લો. આ ફેસ પેકનો ઉપયોગ કરવાથી ઢીલી ત્વચાથી છુટકારો મળશે અને ત્વચા ચમકદાર બનશે.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: સ્વાસ્થ્ય ની સાથે સાથે ત્વચા માટે પણ ફાયદાકારક છે ધાણાના પાન, આ રીતે બનાવો કોથમીરના પાન નો પેક અને સ્ક્રબ

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version