News Continuous Bureau|Mumbai.
આજે શારદીય નવરાત્રી(Shardiya navratri)નો પ્રથમ દિવસ છે, કોરોના(Corona) પછી પહેલી વાર આ વખતની નવરાત્રી છૂટથી થવાની છે અને લોકોએ પણ મન મૂકીને તેની તૈયારીઓ કરી રાખી છે. આ વખતની નવરાત્રી રેકોર્ડ સમાન બની રહેવાની છે. બે વર્ષ બાદ લોકો છૂટથી ગરબે(Garba) રમવાના છે. તમે ગરબા રમતા તો બહુ જોયા હશે પરંતુ શું તમે ક્યારેય સ્વિમિંગ પૂલમાં (Garba In Swimming pool)ગરબા જોયા છે? હા તમે બરાબર વાંચ્યું છે. હાલ સ્વિમિંગ પુલમાં ગરબા કરતા પુરુષો અને મહિલાઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
#WATCH राजस्थान: उदयपुर में गरबा का आयोजन स्विमिंग पूल में किया गया। (23.09) pic.twitter.com/AIzqWi8rAL
— ANI_HindiNews (@AHindinews) September 23, 2022
આ વાયરલ વીડિયો રાજસ્થાન(Rajasthan)ના ઉદયપુર(Udaypur)નો છે. આ વીડિયોમાં કેટલાક પુરુષ અને મહિલા સ્વિમિંગ પુલમાં દેખાય રહ્યા છે. સામાન્ય રીતે લોકો સ્વિમિંગ પૂલમાં ન્હાતા હોય છે અને મોજ-મસ્તી કરતા હોય છે. પણ આ લોકો ગરબા કરી રહ્યા હતા. તેમણે ગરબાના પારંપરિક કપડા પણ પહેર્યા છે. બેકગ્રાઉન્ડમાં લવયાત્રી ફિલ્મના ‘છોગાડા તારા’ ગીત વાગી રહ્યુ છે અને તેઓ અલગ અલગ અંદાજમાં ગરબા કરી રહ્યા છે.
