ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર.
તમે હોસ્પિટલમાં ગયા હશો ત્યારે ઓપરેશન દરમિયાન ડોક્ટરો હંમેશા લીલા રંગના કપડા કેમ પહેરે છે? આવો પ્રશ્ન ઘણાને થયો હશે. આજે આપણે આ સવાલનો જવાબ જાણવા જઈ રહ્યા છીએ.
ઓપરેશન સામાન્ય રીતે વહેલા પૂરા થતા નથી, તે ચોક્કસ સમય લે છે. ઓપરેશન કરતી વખતે ડૉકટરોએ હંમેશા સમસ્યાઓને એલર્ટ મોડ પર ઉકેલવી પડે છે. એ જ રીતે, ડોકટરો માટે તેમની પોતાની માનસિક સ્થિતિ પર નિયંત્રણ હોવું  ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો જ ઓપરેશન સફળ થઈ શકે છે અને લીલો રંગ આ માટે ડોકટરોની મદદ કરી શકે છે.
પવઈમાં પંગો : સુધરાઈનું જેસીબી કામ કરવા પહોંચ્યું અને સ્થાનિક નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા.જાણો વિગત
મનોવિજ્ઞાનના મત અનુસાર, તમે લાંબા સમય સુધી કોઈપણ રંગ એકલા જોઈ શકતા નથી. જો તમે તે કરવાનો પ્રયાસ કરો છો, તો તમે ટૂંક સમયમાં અસ્વસ્થતા અનુભવશો. પરંતુ લીલો રંગ તેમાં અપવાદરૂપ છે. એવું માનવામાં પણ આવે છે ફક્ત લીલો રંગ જ છે જેને ગમે તેટલા લાંબા સમય સુધી જુઓ, તેમ છતાં તમે અસ્વસ્થતા અનુભવશો નહીં.
દરેક રંગની પોતાની લાક્ષણિકતાઓ હોય છે, એવી રીતે લીલો રંગ પણ ખાસિયત ધરાવે છે.(દા.ત. જ્યારે તમે પ્રકૃતિની નિકટતામાં હોવ ત્યારે તમને તેના લીલા રંગમાં શાંતિ મળશે.)
સર્વેશ સોનવણેએ ક્વોરા વેબસાઈટ પર પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતી વખતે આ માહિતી આપી હતી.
