ભારતના નૅશનલ હાઇવે ઑથૉરિટીએ દેશભરના ટૉલ નાકા પર વાહનોના વેઇટિંગ ટાઇમ ઘટાડવા માટે ટૉલ પ્લાઝા માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે.
ટૉલ પ્લાઝા પર પિક અવરમાં દરેક વાહનનો વેઇટિંગ ટાઇમ ઓછામાં ઓછો 10 સેકન્ડ કરી દેવામાં આવ્યો છે.
ટૉલ પ્લાઝા પર વાહનોની કતાર 100 મીટર કરતાં વધુ થઈ જાય તો જ્યાં સુધી વાહનો 100 મીટરની અંદર ન આવે ત્યાં સુધી વાહનોનો ટૉલ ટેક્સ લેવામાં આવશે નહીં.
તમામ ટૉલ નાકા પર 100 મીટરના અંતર માટે પીળા રંગની લાઇન બનાવવામાં આવશે.
નોંધનીય છે કે 2021 ફેબ્રુઆરીમાં NHAI દ્વારા ફાસ્ટેગ ફરજિયાત થયા બાદ ટૉલ પ્લાઝા કેસલેશ થઈ ગયા છે. હાલમાં 752 ટૉલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત બન્યા છે અને એમાંથી 575 ટૉલ પ્લાઝા NHAI છે.
કાંદિવલીમાં શરૂ થયો પ્રોજેક્ટ પીપલ; બિલ્ડિંગમાં નીકળી આવેલા પીપળાના વૃક્ષ આપો અને પર્યાવરણ બચાવો
