Site icon

એબીડી ઇન્ડિયાએ એબીડી મેટાબાર સાથે મેટાવર્સમાં ડેબ્યુ- કરાવશે અદભૂત વર્ચ્યુઅલ સ્પેસ અકલ્પનીય અનુભવો

News Continuous Bureau | Mumbai

એલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ (એબીડી)એ એબીડી મેટાબાર(ADB MetaBar)ની સાથે મેટાવર્સ(metaverse)માં પગરણ માંડ્યાં છે, જે એક ઉભરી રહેલી વર્ચ્યુઅલ રિયાલિટી સ્પેસ(Virtual reality space) છે, જેમાં તેના પ્રમુખ ઑફરિંગને ડિજિટલ રીતે પ્રદર્શિત કરવામાં આવી રહ્યાં છે. આ સાથે જ, તે મેટાવર્સમાં પદાર્પણ કરનારી ભારત(India)ની પ્રથમ આલ્કોહોલ બેવરેજ કંપની(Alcohol Beverage Company) બની ગઈ છે. તેની મુલાકાત લેનારા મુલાકાતીઓ આ બ્રાન્ડ વિશે વધુ જાણકારી મેળવી શકશે, નવું રોમાંચક વિષયવસ્તુ જોઈ શકશે અને કંપની તરફથી શરૂ કરવામાં આવેલી મહત્વની પહેલ અંગે માહિતી મેળવી શકશે. 

Join Our WhatsApp Community

એબીડી મેટાબારની ભવિષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી ડિઝાઇન મોબાઇલ અને ડેસ્કટૉપ એમ બંનેના વપરાશ માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવેલ છે, જે ગ્રાહકોમાં મેટાવર્સ પ્રત્યે વધી રહેલી રુચિ તથા નવા ડિજિટલ એક્ટિવેશન્સનો અનુભવ કરવાની તેમની તીવ્ર ઇચ્છાને તે પરિપૂર્ણ કરે છે. 

તમે આ લિંકની મદદથી એબીડી મેટાબારનો અનુભવ મેળવી શકો છો – https://abdmetabar.com/ 

એબીડી મેટાબાર અંગે વાત કરતાં એક્ઝિક્યુટિવ ડેપ્યુટી ચેરમેન શેખર રામમૂર્તિએ જણાવ્યું હતું કે, ‘એબીડીમાં નવીનીકરણ એ અમારું મૂળભૂત મૂલ્ય છે, કારણ કે અમે જે કંઇપણ કરીએ છીએ તે તમામ બાબતોમાં મોખરે રહેવા માંગીએ છીએ. અમારી બ્રાન્ડ્સ અને વિવિધ પહેલ સતત પરિવર્તનનું નેતૃત્વ કરી રહી છે અને એબીડી મેટાબારની રચના કરીને અમે અમારા ગ્રાહકોના ઉભરી રહેલા વર્ચ્યુઅલ વિશ્વમાં એક નિર્ણાયક પગલું ભર્યું છે. અમે આ રોમાંચક ક્ષેત્રમાં સક્રિયપણે સહ-નિર્માણ કરવા અને સહયોગ સાધવા માટે પ્રયત્નશીલ રહીશું.’ 

આગળ જતાં એબીડી મેટાબારને યુઝર્સની સાથે વાતચીત કરવા માટે વિકસાવવામાં આવશે તથા તે મનોરંજન, ડિઝાઇન, મ્યુઝિક, ગેમિંગ અને પર્ફોમિંગ આર્ટ્સ જેવા ગ્રાહકોને રસ પડે તેવા ક્ષેત્રોમાં ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા ઓનલાઇન અનુભવો મેળવવા માટેના એક પ્રવેશદ્વારની ગરજ સારશે. 

આ સમાચાર પણ વાંચો : એરપોર્ટ જાઓ છો-તો પછી નહીં લેતા કાળી સુટકેસ-આ છે કારણ

એબીડી વિશેઃ

એલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ (એબીડી) એ ભારતીય-માલિકીની સૌથી મોટી સ્પિરિટ્સ કંપની અને દેશની ત્રીજી સૌથી મોટી આઇએમએફએલ કંપની છે. તેની પ્રમુખ બ્રાન્ડ ‘ઑફિસર્સ ચોઇસ’ એ માત્રાના સંદર્ભમાં વિશ્વમાં સૌથી વધુ વેચાતી વિસ્કીઓમાંથી એક છે. આ ઉપરાંત, તે ભારતમાંથી નિકાસ થતી હોય તેવી સ્પિરિટની સૌથી મોટી બ્રાન્ડ પણ છે. ‘સ્ટર્લિંગ રીઝર્વ’ નામની તેની પ્રીમિયમ બ્રાન્ડ એ છેલ્લાં એક દાયકામાં લોન્ચ કરવામાં આવેલ સૌથી સફળ બ્રાન્ડ્સમાંથી એક છે. એબીડીએ એકથી વધુ બ્રાન્ડ ધરાવતી કંપની છે, જે વિસ્કી, બ્રાન્ડી, રમ અને વોડકા જેવી કેટેગરીઓમાં હાજરી ધરાવવાની સાથે આલ્કોહોલિક પીણાંનું ઉત્પાદન કરે છે અને તેનો પુરવઠો પૂરો પાડે છે. ઉલ્લેખનીય છે કે, તેની આ બ્રાન્ડ્સ 22થી વધારે દેશોમાં વેચાય છે.

 

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version