Site icon

પતંજલીનું શિર્ષાસન -આચાર્ય બાલકૃષ્ણનો યુ-ટર્ન, કહ્યું- ‘અમે કોરોનાની સારવાર માટે દવા નથી બનાવી’

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

1 જુલાઈ 2020

કોરોનીલ દવા મુદ્દે પતંજલિના આચાર્ય બાલકૃષ્ણએ હવે યુ-ટર્ન લીધો છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું કે "લોકો અમારી દવાને લઈ જુદી જુદી વાતો કરી રહ્યા છે પરંતુ, અમે ક્યારેય દાવો નથી કર્યો કે કોરોનીલ દવા કોરોનાની દવા છે. અમે માત્ર એમ કહ્યું હતું કે કોરોનીલ દવા ના ક્લિનિકલ ટ્રાયલ વખતે આનો ઉપયોગ કોરોનાના દર્દીઓ પર કરાતા તેમને મદદરૂપ નીવડ્યો હતો".

23 જૂનના રોજ યોગ શિક્ષક રામદેવ અને પતંજલિના આચાર્ય બાલકૃષ્ણએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં રામદેવે કહ્યું હતું કે "પુરાવા આધારિત આયુર્વેદિક દવા સંપૂર્ણ વૈજ્ઞાનિક દસ્તાવેજ પર આધારિત છે. કોરોનિલ, કોરોના માટે તૈયાર કરાયેલી દવા છે. આ સંશોધન પતંજલિ સંશોધન સંસ્થા (PRI) હરિદ્વાર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ Medicalફ મેડિકલ સાયન્સ (NIMS), જયપુર દ્વારા સંયુક્ત રીતે માન્ય કરવામાં આવી છે અને દૈવી ફાર્મસી, હરિદ્વાર અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ, હરિદ્વાર દ્વારા આ દવા બનાવવામાં આવી રહી છે.

યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું હતું કે, "આજે અમને એ કહેવાનો ગર્વ છે કે કોરોનાની પ્રથમ આયુર્વેદિક દવાનો  100 લોકો પર ક્લિનિકલ અભ્યાસ કરવામાં આવ્યો હતો, 3 દિવસમાં 69 ટકા દર્દીઓ સાજા થયા હતાં અને 7 દિવસમાં 100% દર્દીઓ સાજા થયા હતાં…. 

પરંતું આ દાવા સામે સરકાર ના આયુષ મંત્રાલયે વાંધો ઉઠાવતા આચાર્ય બાલકૃષ્ણ એ ફેરવીતોળ્યું છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2VupFV1  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com       

Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
Exit mobile version