Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ બોમ્બ ધડાકા મામલે પોતાના ઘરે આરડીએક્સ રાખનાર અને કોર્ટ દ્વારા દોષી ઠરેલા એવા અભિનેતા સંજય દત્ત ને ચોથા સ્ટેજ નું કેન્સર થયું….

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

12 ઓગસ્ટ 2020

બોલિવૂડનાં ખલનાયક કહેવાતા અભિનેતા સંજય દત્તને ત્રીજા સ્ટેજનું ફેફસાનું કેન્સર હોવાનો ખુલાસો થયો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર સારવાર માટે તેમને અમેરિકા લઇ જવામાં આવી શકે છે. નોંધનીય છે આ પહેલા સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ પડતા ગત 8 મી ઓગસ્ટે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા તેમનો કોવિડ-19 ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ગઈકાલે (11 ઓગસ્ટ) સાંજે તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે, ‘હું થોડી સારવાર માટે કામથી થોડો વિરામ લઈ રહ્યો છું. મારો પરિવાર અને મિત્રો મારી સાથે છે અને હું મારા શુભેચ્છકોને અપીલ કરું છું કે ચિંતા ન કરો અને બિનજરૂરી અટકળો ન લગાવો. હું તમારા પ્રેમ અને શુભેચ્છાઓથી ટૂંક સમયમાં પાછો આવીશ.

તેમના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સંજયની આગામી ફિલ્મ સડક 2 રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર, આલિયા ભટ્ટ અને પૂજા ભટ્ટ જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન મહેશ ભટ્ટે કર્યું છે. તો બીજી તરફ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલા પિરિયડ ડ્રામા ફિલ્મ શમશેરાનું શૂટિંગ સંજય દત્તની તબિયત સારી ન હોવાના કારણે હાલ મુલતવી રાખવામાં આવ્યું છે. ફિલ્મનું અંતિમ શેડ્યૂલ હજી બાકી છે, પરંતુ હવે સંજયની તબિયત બરોબર થશે ત્યારે જ તે પૂર્ણ થશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version