ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 ઓગસ્ટ 2020
જાણીતા ફિલ્મ અને ટીવી એક્ટર સતીશ શાહ પણ કોવિડ -19 નો શિકાર બન્યા છે. કોરોનાથી પીડિત સતીશ શાહને 20 જૂને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 28 જૂને સ્વસ્થ થઈ ગયા હતા અને ઘરે પાછા ફર્યા હતા. પરંતુ તેમણે કોવિડ -19 નો ભોગ બનવાની અને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શનિવારે તેનાથી સ્વસ્થ થવાની માહિતી આપી હતી.
અભિનેતા સતીશ શાહે જણાવ્યું કહ્યું હતું કે, "મને થોડા દિવસોથી તાવ આવ્યો હતો. મારું તાપમાન 99 થી 100 ની વચ્ચે આવી રહ્યું હતું અને આવી સ્થિતિમાં, હું પેરાસીટામોલથી સ્વસ્થ થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ ત્યારબાદ મને કોરોના પરીક્ષણ માટે કહેવામાં આવ્યું હતું અને મને કોરોનાથી ચેપ લાગ્યો હતો. આ પછી મને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
69 વર્ષના સતીશ શાહે વધુમાં કહ્યું કે, "હું છેલ્લા ચાર મહિનાથી મારા ઘરની બહાર નથી નીકળ્યો. મને ખબર નથી કે હું કેવી રીતે આ વાયરસનો શિકાર બની ગયો.. હાલના સમયમાં હું 11 ઓગસ્ટ સુધી હોમ ક્વોરેન્ટાઇનમાં રહીશ અને મારી તબિયત હવે ઠીક છે."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આખરે હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી ઘણા દિવસો સુધી તેમણે કોવિડ -19 ની વાત શા માટે છુપાવી હતી, ત્યારે તેમણે કહ્યું કે, "હું ઇચ્છું છું કે હું જ્યારે પણ સંપૂર્ણ સ્વસ્થ થઈશ ત્યારે જ હું આ બાબતમાં વાત કરીશ."
નોંધનીય છે કે સતીશ શાહ 'સારાભાઇ વર્સેસ સારાભાઇ', 'ફિલ્મી ચક્કર' અને 'યે જો હૈ જિંદગી' અને 'ગમન', 'ઉમરાવ જાન', 'શક્તિ', 'હમશકલ્સ', 'રાવન' અને 'ઓમ શાંતિ ઓમ', 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', 'મુઝસે શાદી કરોગી' અને 'ફના' જેવી ફિલ્મ્સ માટે જાણીતા છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
