News Continuous Bureau | Mumbai
ગૌતમ અદાણી(Gautam Adani) હવે દુનિયાના ટોચના અમીરોમાં સામેલ થઈ ગયા છે. ગત કેટલાક દિવસોથી તેમના રાજકારણમાં જોડાવાને લઈને ચર્ચા ઉઠી હતી. એવી ચર્ચા ઉઠી હતી કે, ગૌતમ અદાણી કે તેમના પત્ની ડો.પ્રીતિ અદાણીને રાજ્યસભાના સાંસદ બનાવી શકાય છે. આ ચર્ચા પર અદાણી ગ્રૂપે(Adani group) સ્પષ્ટતા કરી છે. અદાણી ગ્રૂપ દ્વારા સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યુ કે, અદાણી પરિવારના કોઈ પણ પણ સદસ્યને રાજકારણમાં કોઈ રસ નથી. ગૌતમ અદાણી અને ડો. પ્રીતિ અદાણીના રાજ્યસભા(Rajyasabha)ના સમાચાર મામલે જે ચર્ચા ફેલાઈ છે, તે સંપૂર્ણ રીતે ખોટી છે. આ સમાચારમાં કોઈ તથ્ય નથી. ગૌતમ અદાણી અને ડો.પ્રીતિ અદાણી અને પરિવારના કોઈ પણ સદસ્ય કોઈ પણ રાજકીય પાર્ટી જોડાવા નથી જઈ રહ્યાં.
આ સમાચાર પણ વાંચો : પીએમ મોદીએ થોમસ કપ જીતનાર બેડમિંટન ટીમને લગાવ્યો ફોન, ખૂશીથી ઝૂમી ઉઠ્યાં તમામ ખેલાડીઓ… વીડિયોમાં જુઓ શું કહ્યું…
ઉલ્લેખનીય છે કે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી ૨૫ એપ્રિલના રોજ જાહેર થયેલ દુનિયાના સૌથી અમીર લોકોની ફોર્બ્સ(forbes list)ના લિસ્ટમાં પાંચમા સ્થાન પર પહોંચી ગયા છે. અદાણી ગ્રૂપની કુલ નેટવર્થ ૧૨.૩૧ અરબ ડોલર આંકવામાં આવી છે. તેમણે વોરેન બફેટ(Warren Buffett)ને પાછળ છોડીને આ સ્થાન મેળવ્યુ છે. બફેટ ૧૨૧.૭ અરબ ડોલરની કુલ અુમાનિત નેટવર્થની સાથે છઠ્ઠા સ્થાન પર સરકી ગયા હતા
