ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
7 જુલાઈ 2020
સામાન્ય રીતે મોટી ઉંમરના અને અન્ય કોઇ બિમારી ધરાવતા લોકોને જો કોરોના નો ચેપ લાગ્યા હોય તો સારા થવાની સંભાવના ઘટી જતી હોય છે. પરંતુ મુંબઈની જે.જે હૉસ્પિટલમાં એક એઈડ્સના 56 વર્ષીય દર્દીને કોરોના થયા બાદ પણ સારા થઈ જવાના સમાચાર આવ્યા છે. આ અંગે સારવાર કરી રહેલા ડોક્ટરે જણાવ્યું કે એ દર્દી એઇડ્સ હોવા છતાં યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી તેમ જ દર્દીનો ઊંચો આત્મવિશ્વાસ અહીં મદદગાર થયા છે..
સામાન્ય સંજોગોમાં 60 વર્ષની આસપાસ ના દર્દીઓ જો ડાયાબિટીસ, બીપી, કિડની, હૃદય રોગ જેવા રોગોથી ગ્રસિત હોય અને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તો બચવાની શક્યતા ઘટી જતી હોય છે.. પરંતુ, ભીંડી બજાર ના 53 વર્ષીય શખ્સને જ્યારે માલૂમ પડ્યું કે તેને HIV સાથે કોરોના પોઝિટિવ થયો છે. ત્યારે પત્ની અને ત્રણ બાળકોના ભવિષ્યના વિચારે તે ડરી ગયો હતો. પરંતુ, હિંમત ભેગી કરીને ઊભો થયો કે "જેમ પાછલા 20 વર્ષથી તે એઇડ્સ સામે લડી રહ્યો છે, તો કોરોના સંક્રમણ ને પણ હરાવીને સારો થઈને જ આવશે." આમ આ દર્દીના આત્મવિશ્વાસ એ તેને જીતાડ્યો છે. આ સાથે જ દર્દીએ લોકોને એક સંદેશો પાઠવ્યો છે કે 'હિંમત અને આત્મવિશ્વાસ સાથે સમયસર સારવાર લેવાને કારણે કોરોનાને માત આપી શકાય છે…..'
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com