Site icon

વાહ! ઍર ઈન્ડિયાને લંડન અને યુએસ જવા મળી ગયો શોર્ટકટ રૂટઃ એક ફેરીમાં આટલા ટન ઈંધણની થાય છે બચત, જાણો વિગત.

Air India Urination Case: Air India cabin crew, pilot issued show cause notice and de-rostered

એર ઈન્ડિયા પેશાબ કેસમાં કંપની ની મોટી કાર્યવાહી, આ તારીખ સુધી પાયલોટ-ક્રુ મેમ્બર્સ ઉડાન ભરી શકશે નહીં..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Community

સોમવાર.

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ભારતીય વિમાનો માટે હવાઈ સીમા બંધ કરી દેવામાં આવી હતી. તેથી યુરોપ અને અમેરિકા તરફ જતા વિમાનનો પ્રવાસનો સમય તો લંબાઈ ગયો હતો. સાથે જ ઈંધણ પણ વધારે બળતું હતું. જોકે હવે ઍર ઈન્ડિયાએ હિંદુકુશ પર્વતની હારમાળામાંથી જતા સિલ્ક રોડનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધું છે. તેને પગલે સમયની સાથે જ લાખો લિટર ઈંધણની પણ બચત થવા માંડી છે.

તાલિબાને હવાઈ સીમા બંધ કરતા એર ઈંડિયાના વિમાનોને દક્ષિણ પાકિસ્તાનથી ઈરાન અને તુર્કમેનિસ્તાન માર્ગે યુરોપ જવું પડતું હતું. તેથી ઍર ઈંડિયાનો લંડનનો રૂટ લંબાઈ ગયો હતો.  વિમાનથી દિલ્લીથી લંડનનો પ્રવાસનો સમય 9.5 કલાકનો થઈ ગયો હતો. તેથી  પર્યાયી માર્ગનો વિચાર કર્યો હતો. અગાઉ  વાપરવામાં આવતા સિલ્ક રોડને વાપરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હિંદુકુશ પર્વતમાંથી વેપાર માટે સિલ્ક રોડ વાપરવામાં આવતો હતો. આ પર્વતોની હારમાળામાથી નવો માર્ગ શોધી કઢાતા હવે પ્રવાસનો સમય 8.5 કલાકનો થઈ ગયો છે. હિંદુકુશ પર્વતની હારમાળા પરનો આ રસ્તો તાઝિકિસ્તાન, કઝાકિસ્તાન અને યુક્રેન થઈને યુરોપ અને લંડનનો છે.

'મહારાષ્ટ્ર બંધ'ને મુંબઈમાં મિશ્ર પ્રતિસાદ, જ્યાં બંધ નથી ત્યાં શિવસૈનિકો જબરદસ્તી બંધ કરાવી રહ્યા છે

ઍર ઈન્ડિયાના 4 ઓક્ટોબરના લંડન ગયેલા વિમાન 9.37 કલાકનો સમય લીધો હતો. તો નવા માર્ગથી 7 ઓક્ટોબરના આ સમય ઘટીને 8.41 કલાકનો થઈ ગયો હતો. નવા માર્ગથી ઉત્તર અમેરિકાની એક ફેરીમાં 4 ટન ઈંધણ તો લંડનની ફેરીમાં 2.5 ટન ઈંધણની બચત થશે.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version