Site icon

એર ઈન્ડિયા પેશાબ કેસમાં કંપની ની મોટી કાર્યવાહી, આ તારીખ સુધી પાયલોટ-ક્રુ મેમ્બર્સ ઉડાન ભરી શકશે નહીં..

એર ઈન્ડિયાની ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા એક બિઝનેસમેને તેની બાજુમાં બેઠેલી અન્ય મહિલા મુસાફર પર પેશાબ કર્યો હતો. આ ઘટનાને ઘણા દિવસો વીતી ગયા, પરંતુ જ્યારથી આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારથી એર ઈન્ડિયા પ્રશાસન, ડીજીસીએ બધાએ પગલાં લેવાનું શરૂ કર્યું.

Air India Urination Case: Air India cabin crew, pilot issued show cause notice and de-rostered

એર ઈન્ડિયા પેશાબ કેસમાં કંપની ની મોટી કાર્યવાહી, આ તારીખ સુધી પાયલોટ-ક્રુ મેમ્બર્સ ઉડાન ભરી શકશે નહીં..

News Continuous Bureau | Mumbai

એર ઈન્ડિયાની ફ્લાઈટના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા એક બિઝનેસમેને તેની બાજુમાં બેઠેલી અન્ય મહિલા મુસાફર પર પેશાબ ( Air India Urination Case ) કર્યો હતો. આ ઘટનાને ઘણા દિવસો વીતી ગયા, પરંતુ જ્યારથી આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારથી એર ઈન્ડિયા પ્રશાસન ( Air India cabin crew ) , ડીજીસીએ બધાએ પગલાં લેવાનું શરૂ કર્યું. દરમિયાન આજે આ મામલે એક પાઇલટ સહિત ચાર ક્રૂ મેમ્બરને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. આ સિવાય જ્યાં સુધી આ મામલાની તપાસ ચાલી રહી છે ત્યાં સુધી પાયલોટ ( pilot  ) અને ક્રૂ મેમ્બર ઉડાન ભરી શકશે નહીં.

Join Our WhatsApp Community

એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એર ઈન્ડિયાએ વિવાદાસ્પદ એર ઈન્ડિયા ફ્લાઈટના ચાર કેબિન ક્રૂ સભ્યો અને બે પાઈલટમાંથી એકને કારણ બતાવો નોટિસ જારી કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે વિમાનમાં યાત્રીને કોના કહેવા પર દારૂ પીરસવામાં આવ્યો હતો, ઘટનાનું સંચાલન, બોર્ડ પર ફરિયાદ નોંધણી અને ફરિયાદના સંચાલનમાં અન્ય સ્ટાફની ક્ષતિઓ સહિતની આંતરિક તપાસ કરવામાં આવી રહી છે.

મહિલા પર નશામાં પેશાબ

26 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહી હતી. આ પ્લેનના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા નશામાં પેસેન્જરે એક મહિલા પર પેશાબ કર્યો હતો. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આવી શરમજનક ઘટનાનો મામલો સામે આવ્યા બાદ DGCAએ કડકાઈ દાખવતા એર ઈન્ડિયાને પણ આ મામલે નોટિસ પાઠવી હતી.

આ સમાચાર પણ વાંચો:  મોંઘવારીથી ન બચી શક્યું સૌ કોઈનું ફેવરેટ ફાસ્ટફૂડ બર્ગર. આ કંપનીએ તેના મેનુમાં ત્રીજી વખત ભાવ વધાર્યા

નોકરી ગુમાવી, ધરપકડ પણ થઈ

દિલ્હી પોલીસે એક દિવસ પહેલા જ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે શનિવારે ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 70 વર્ષીય મહિલા પર પેશાબ કરવાના આરોપમાં પસેન્જરની ધરપકડની પુષ્ટિ કરી હતી. અમેરિકાની ફાઇનાન્શિયલ સર્વિસ કંપની વેલ્સ ફાર્ગોમાં ટોચના પદ પર કામ કરતો આરોપી લુકઆઉટ સર્ક્યુલર જારી થયા બાદ બેંગલુરુમાં છુપાઈ ગયો હતો. વેલ્સ ફાર્ગોએ શુક્રવારે તેને બરતરફ કર્યો હતો.

Donald Trump: ટ્રમ્પનું દુનિયાને ધમકીરૂપ નિવેદન: ‘આપણી પાસે દુનિયાને ૧૫૦ વખત તબાહ કરવા માટે પૂરતા હથિયાર,’ નિવેદનથી ખળભળાટ.
India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Expenditure limit: ઉમેદવારોને મોટી રાહત! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘ખર્ચ મર્યાદા’માં જબરદસ્ત વધારો – શું છે નવું ગણિત?
Exit mobile version