ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
27 જુલાઈ 2020
બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાના કોરોનાની સારવાર બાદ નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ વાતની પુષ્ટિ તેમના પતિ અને અભિનેતા અભિષેક બચ્ચને એક ટ્વીટમાં કરી હતી. અભિષેકે ટ્વિટ કર્યું કે "તમારી બધી પ્રાર્થનાઓ બદલ આભાર. અમે આ માટે હંમેશાં આભારી રહીશું. એશ્વર્યા અને આરાધ્યાની કોરોના રિપોર્ટ નૅગેટિવ આવી છે અને બંનેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તે હવે ઘરે રોકાશે. હું અને મારા પિતા હજી પણ તબીબી કર્મચારીઓની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં રહીશું. "
ઉલ્લેખનીય છે કે, ગત 12 જુલાઈએ અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ હોવાના સમાચાર પહેલા આવ્યા હતા, જેના પછી તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે પછી સમગ્ર બચ્ચન પરિવારની કોરોના તપાસ કરવામાં આવી હતી જેમાં જયા બચ્ચન સિવાય અભિષેક, એશ્વર્યા અને આરાધ્યાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. અભિષેકને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ એશ્વર્યા અને આરાધ્યાને અગાઉ હોમ ક્વૉરૅન્ટિનમાં રાખવામાં આવ્યા હતા પરંતુ સંજોગોને ધ્યાનમાં રાખીને તેઓને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
