Site icon News Continuous Bureau | Mumbai

એશ્વર્યા-આરાધ્યા બચ્ચન કોરોનાને માત આપી પરત ઘરે ફર્યા… જાણો વિગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

27 જુલાઈ 2020

બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાના કોરોનાની સારવાર બાદ નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ વાતની પુષ્ટિ તેમના પતિ અને અભિનેતા અભિષેક બચ્ચને એક ટ્વીટમાં કરી હતી. અભિષેકે ટ્વિટ કર્યું કે "તમારી બધી પ્રાર્થનાઓ બદલ આભાર. અમે આ માટે હંમેશાં આભારી રહીશું. એશ્વર્યા અને આરાધ્યાની કોરોના રિપોર્ટ નૅગેટિવ આવી છે અને બંનેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તે હવે ઘરે રોકાશે. હું અને મારા પિતા હજી પણ તબીબી કર્મચારીઓની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં રહીશું. "

ઉલ્લેખનીય છે કે, ગત 12 જુલાઈએ અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ હોવાના સમાચાર પહેલા આવ્યા હતા, જેના પછી તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે પછી સમગ્ર બચ્ચન પરિવારની કોરોના તપાસ કરવામાં આવી હતી જેમાં જયા બચ્ચન સિવાય અભિષેક, એશ્વર્યા અને આરાધ્યાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. અભિષેકને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ  એશ્વર્યા અને આરાધ્યાને અગાઉ હોમ ક્વૉરૅન્ટિનમાં રાખવામાં આવ્યા હતા પરંતુ સંજોગોને ધ્યાનમાં રાખીને તેઓને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version