Site icon

ફોબર્સની હાઈએસ્ટ પેઈડ એક્ટર્સની ટોપ 10ની યાદીમાં અક્ષય એકમાત્ર બોલીવુડ અભિનેતા…જાણો કેટલી છે કમાણી?

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

13 ઓગસ્ટ 2020 

ફોબર્સએ તેની ટોપ 10 હાઈએસ્ટ પેઈડ એક્ટર્સ 2020ની યાદી જાહેર કરી દીધી છે. વિશેષ વાત એ છે કે અક્ષય કુમાર એકમાત્ર બોલિવૂડ અભિનેતા છે જેણે આ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. 48.5 મિલિયન (362 કરોડ) ની કમાણી સાથે તે આ યાદીમાં છઠ્ઠા ક્રમાંકે છે. જોકે ગયા વર્ષે પણ સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટીની યાદીમાં ભારત તરફથી ફક્ત અક્ષય કુમારનું નામ લેવામાં આવ્યું હતું. સલમાન ખાન ગત વર્ષે અને શાહરૂખ ખાન 2017થી આ યાદીમાં સ્થાન મેળવી શક્યા નથી.

ફોબર્સના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓની ટોપ 10ની યાદીમાં પહેલા સ્થાન પર ડ્વેન જોનસન, બીજા સ્થાન પર હોલીવૂડ અભિનેતા રયાન રેનોલ્ડ્સ, ત્રીજા સ્થાન પર માર્ક વ્હાલબર્ગ, ચોથા સ્થાન પર બેન એફ્લેક, પાંચમા સ્થાન પર વિન ડીઝલ, છઠ્ઠા સ્થાન પર અક્ષય કુમાર, સાતમાં સ્થાન પર મૈનુએલ મિરાંડા, આઠમાં સ્થાન પર વિલ સ્મિથ, નવમાં  સ્થાન પર એડમ સૈંડલર અને 10માં સ્થાન પર જેકી ચેનનો સમાવેશ થાય  છે. 

નોંધનીય છે કે અક્ષય કુમારે પોતાની ફિલ્મોનું શૂટિંગ શરૂ કરી દીધું છે. તેઓ બેલ બોટમની શૂટિંગ માટે સ્ટાર કાસ્ટની સાથે વિદેશ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ અન્ય કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળશે. જેમાં લક્ષ્મી બોમ્બ, અતરંગી રે, પૃથ્વીરાજ અને સૂર્યવંશી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version