ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
14 ઓગસ્ટ 2020
ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની 'સડક 2' રિલીઝ થાય એ પહેલાં જ વિવાદોના કેન્દ્રસ્થાને છે. મહેશ ભટ્ટ અને તેની નાની દીકરી આલિયા ભટ્ટની સાથેની આ પહેલી ફિલ્મ છે. જેનું ટ્રેલર ગત બુધવારે રિલીઝ થયું હતું અને એ 24 કલાક કરતાં ઓછા સમયમાં યૂટ્યૂબ પર સૌથી વધુ ડિસલાઇક વીડિયો બની ગયો છે. 24 કલાકની અંદર તેને 14 મિલીયન વાર જોવામાં આવ્યું છે પરંતુ ફિલ્મના ટ્રેલરને 43 લાખથી વધુ વાર ડિસલાઇક કરવામાં આવ્યું છે અને ટ્રેલરને લાઈક કરવાવાળા લોકોની સંખ્યા માત્ર અઢી લાખ છે.
ઉલ્લેખનીય છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ પરિવારવાદની ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયા પર આ ફિલ્મનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. કારણ કે, આ ફિલ્મમાં સ્ટાર કિડ આલિયા છે અને વળી, એની સાથે મહેશ ભટ્ટ જોડાયેલા છે. સુશાંતના કેસમાં તેમની વિરુદ્ધ પણ સવાલો કરવામાં આવી રહ્યા છે. સાથે આલિયા ભટ્ટે તો તેના ઇન્સ્ટાગ્રામનું કમેન્ટ બોક્સ પણ બંધ કરી દીધુ છે જેથી કોઇ તેને આડુ અવળુ ન કહી શકે.
નોંધનીય છે કે સંજય દત્ત, આલિયા ભટ્ટ, પૂજા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ દરેક સ્ટારનો સંબંધ ફિલ્મી પરિવાર સાથે છે. આલિયા અને પૂજા તો ખુદ ફિલ્મ ડિરેક્ટર મહેશ ભટ્ટની દીકરીઓ છે. સુશાંતના જીજા વિશાલ કીર્તીએ બોલિવૂડમાં ભત્રીજાવાદને માપવા માટે નેપોમીટર નામની એક એપ પણ શરૂ કરી હતી. એપ્લિકેશનમાં માપવામાં આવેલી પ્રથમ ફિલ્મ 'સડક 2' હતી નેપોમિટર પ્રમાણે સડક-2 98% નેપોટિસ્ટિક ફિલ્મ છે. આ પ્રકારની ફિલ્મ ન જોવા માટે પણ અપીલ કરી હતી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
