Site icon

બ્યૂટી ટિપ્સ-રાત્રે સૂતા પહેલા આ તેલ નો કરો ઉપયોગ-એક મહિનામાં તમારો ચહેરો ચમકી ઉઠશે

 News Continuous Bureau | Mumbai

આજે અમે તમારા માટે બદામના તેલના ફાયદા(Almond oil benefits)લઈને આવ્યા છીએ. બદામ ને ખાવામાં તો મજા આવે જ છે, પરંતુ તે ત્વચા માટે પણ ઉપયોગી છે. સૂતા પહેલા દરરોજ બદામના તેલથી ચહેરા પર માલિશ કરવાથી ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. તે ત્વચાના ડાઘ-ધબ્બા દૂર કરે છે, સાથે જ ચહેરાને ચમકદાર (glowing skin)બનાવે છે.બદામના તેલમાં વિટામીન A, E, D, કેલ્શિયમ, પોટેશિયમ, ઝીંક, આયર્ન, મેંગેનીઝ, ફોસ્ફરસ અને ઓમેગા-3 ફેટી એસિડ વિપુલ પ્રમાણમાં હોય છે. બદામના તેલના આ તમામ ગુણો ત્વચાની સમસ્યાઓ માટે શ્રેષ્ઠ ઉપચાર છે.

Join Our WhatsApp Community

આ 2 પદ્ધતિઓનો કરો  ઉપયોગ

* પ્રથમ રીત 

કોઈપણ મોઈશ્ચરાઈઝિંગ લોશનમાં(moisturizing lotion) બદામનું તેલ(almond oil) મિક્સ કરીને ચહેરા પર લગાવો. રાત્રે સૂતા પહેલા બદામનું તેલ લગાવવાથી ત્વચા સુધરે છે.

* બીજી રીત

રાત્રે સૂતા પહેલા બદામના તેલથી (almond oil massage)ચહેરા પર માલિશ કરો. તેલના થોડા ટીપા હાથ પર લો અને હથેળીઓને એકસાથે ઘસો જેથી તેલ થોડું ગરમ ​​થઈ જાય. હવે તેને આખા ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો.

બદામ ના તેલ થી થતા ફાયદા 

1. સ્ટ્રેચ માર્ક્સ દૂર કરે છે

બદામનું તેલ ત્વચાના સ્ટ્રેચ માર્કસને (stretch marks)દૂર કરવામાં મદદરૂપ છે. કારણ કે આ તેલમાં સમાયેલ વિટામિન E ત્વચા પરની કરચલીઓ દૂર કરે છે. આ જ કારણ છે કે તે વૃદ્ધત્વને છુપાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

2. સુંદરતા વધારવામાં અસરકારક

બદામનું તેલ એક કુદરતી મોઇશ્ચરાઇઝર(natural moisturizer) છે જે શુષ્ક અને સંવેદનશીલ ત્વચાને હાઇડ્રેટ કરે છે, ખાસ કરીને શિયાળાની શુષ્ક હવામાં.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ-જો તમે તૈલી ત્વચા થી છુટકારો મેળવવા માંગતા હોવ તો કરો આ ઉપાય-મળશે ઘણા ફાયદા

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version