ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑક્ટોબર, 2021
સોમવાર
આપણે દરરોજ રસોઈમાં ઘણા પ્રકારની વાનગીઓમાં લીલાં મરચાંનો ઉપયોગ કરીએ છીએ. લીલું મરચું કોઈ પણ વાનગીનો સ્વાદ વધારવાનું કામ કરે છે. એટલું જ નહીં, એ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. લીલાં મરચાં વિટામિન A, B6, C, આયર્ન, કૉપર, પોટૅશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ જેવાં ઘણાં પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. એમાં બીટા કેરોટીન, ક્રિપ્ટોક્સેન્થિન, લ્યુટીન-ઝેક્સાન્થિન વગેરેના ગુણો જોવા મળે છે. લીલું મરચું સ્વાદ, સ્વાસ્થ્ય અને સુંદરતા વધારવાનું કામ કરે છે. લીલાં મરચાંના સેવનથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને ઘણા ચેપથી બચાવવામાં મદદ કરે છે. એટલું જ નહીં, તેના સેવનથી પાચન સારી રીતે રાખી શકાય છે. તો ચાલો તમને જણાવીએ લીલાં મરચાં ખાવાના ફાયદા.
પાચન :
લીલાં મરચાં તમારા પાચનતંત્રને સુધારવામાં મદદ કરી શકે છે. હકીકતમાં લીલાં મરચાંમાં ભરપૂર માત્રામાં ડાયેટરી ફાઇબર હોય છે, જે ખોરાકના પાચનમાં મદદ કરી શકે છે.
આંખ :
લીલાં મરચાં આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લીલાં મરચાંમાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન A દૃષ્ટિ સુધારવામાં મદદ કરી શકે છે.
રોગપ્રતિકારક શક્તિ :
લીલાં મરચાંનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. લીલાં મરચાંમાં વિટામિન A, વિટામિન C, આયર્ન, પોટૅશિયમ અને મૅગ્નેશિયમ જેવાં પોષક તત્ત્વો મળી આવે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.
એન્ટી એજિંગ
લીલાં મરચાં વિટામિન C જેવા એન્ટી ઑક્સિડન્ટથી ભરપૂર હોય છે. જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ માનવામાં આવે છે. લીલાં મરચાંમાં જોવા મળતું વિટામિન C ત્વચામાં કૉલેજન વધારવાનું કામ કરી શકે છે.
આવો તે કેવો ગુસ્સો? પત્ની કાન પાસે બરાડા પાડતી હતી એટલે ચાલુ એરક્રાફ્ટમાંથી ફેંકી દીધી.
