Site icon

સ્વાસ્થ્ય જાણકારી: શેરડીનો રસ સ્વાદમાં સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ છે સારો, જાણો તેના અનેક ફાયદા વિશે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022          
ગુરૂવાર 

કોઈપણ સમયે ફળોનો રસ પીવાથી તમને ત્વરિત તાજગી મળે છે. ઉનાળાની ઋતુમાં ખાસ કરીને ઠંડા રસ શરીરને ઠંડક આપે છે. જો કે, ઠંડા વાતાવરણમાં પણ જ્યુસ પીવાથી તાજગી મળે છે. તમે મોસંબી, નારંગી અને ઘણા ફળોના રસ પીધા હશે. એ જ રીતે શેરડીનો રસ પણ પી શકાય. આ જ્યુસ તમને તાજગીનો અનુભવ કરાવે છે પરંતુ શરીરને એનર્જી પણ આપે છે અને એક હેલ્ધી ડ્રિંક છે.તેમાં આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા ગુણો છે. આ તમામ તત્વો આપણા શરીરને જરૂરી છે. તે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, હાડકાંને મજબૂત બનાવે છે, કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સાથે, તે કમળો અને વાયરલ તાવમાં પણ ફાયદાકારક છે. ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે શેરડીનો રસ ખૂબ જ ફાયદાકારક છે. આવો જાણીએ શેરડીનો રસ પીવાના ફાયદા.

Join Our WhatsApp Community

– કમળામાં ફાયદાકારક

કમળાના કિસ્સામાં ડૉક્ટરો હંમેશા દર્દીને શેરડીનો રસ પીવાની સલાહ આપે છે. કારણ કે તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સાથે જ ડાયાબિટીસથી પીડિત લોકો શેરડીના રસનું સેવન પણ કરી શકે છે. તેમાં ખૂબ જ ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.

બ્યૂટી ટિપ્સ: ત્વચાની સંભાળની દિનચર્યામાં સામેલ કરો ઘઉંની થુલી, થશે આ ફાયદા; જાણો તેને ઉપયોગ કરવાની રીત વિશે  

– પાચન તંત્રને મજબૂત બનાવે છે

તેમાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે, જે પાચન તંત્ર માટે ફાયદાકારક સાબિત થાય છે. આ સાથે શેરડીનો રસ પેટના ઈન્ફેક્શનને દૂર કરવામાં મદદગાર છે. જ્યારે પણ તમને કબજિયાતની સમસ્યા હોય ત્યારે શેરડીનો રસ અજમાવો. તેનાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

– કેન્સરમાં અસરકારક

તેમાં આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ મળી આવે છે, જે કેન્સર સામે લડવાની ક્ષમતા આપે છે. આ તત્વોને કારણે શેરડીના રસનો સ્વાદ ખારો હોય છે.

– ત્વચા માટે ફાયદાકારક

શેરડીના રસમાં આલ્ફા હાઇડ્રોક્સી એસિડ અને ગ્લાયકોલિક એસિડ હોય છે, જે ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરે છે. આ સાથે તેના સેવનથી ત્વચામાં વધારાનો ગ્લો આવે છે. જો તમે ઇચ્છો તો દરરોજ શેરડીનો રસ ત્વચાને સુધારવા માટે કરી શકો છો.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version