Site icon

Ambani Family Mahakumbh 2025 : મહાકુંભમાં પહોંચ્યા મુકેશ અંબાણી, અંબાણી પરિવારની ચાર પેઢીએ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી; જુઓ વિડીયો

Ambani Family Mahakumbh 2025 : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમના સમગ્ર પરિવાર સાથે 11 ફેબ્રુઆરીએ મહાકુંભ દરમિયાન સંગમમાં ડૂબકી લગાવવા માટે પ્રયાગરાજ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમનો આખો પરિવાર પ્રયાગરાજમાં તેમની સાથે જોવા મળ્યો. માતા કોકિલાબેન અંબાણીથી લઈને પૌત્ર પૃથ્વી અંબાણી સુધી, ચાર પેઢીઓ મુકેશ અંબાણી સાથે જોવા મળી. અંબાણી પરિવારે અહીં મા ગંગાની પૂજા કરી અને ભેટ પણ આપી.

Ambani Family Mahakumbh 2025 Mukesh Ambani and family attend Maha Kumbh 2025 in Prayagraj, take holy dip at Triveni Sangam

Ambani Family Mahakumbh 2025 Mukesh Ambani and family attend Maha Kumbh 2025 in Prayagraj, take holy dip at Triveni Sangam

 News Continuous Bureau | Mumbai

Ambani Family Mahakumbh 2025 : દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ   મહાકુંભમાં ભાગ લેવા પ્રયાગરાજ પહોંચ્યા હતા. અહીં  તેઓએ અને તેમના પરિવારના સભ્યોએ માઘી પૂર્ણિમા પહેલા ૧૧ ફેબ્રુઆરીએ મહાકુંભ મેળામાં ભાગ લીધો હતો. તે બધાએ પણ  ગંગામાં સ્નાન કર્યું. તેમની ગંગા પૂજા અને પવિત્ર સ્નાનના ઘણા ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

Join Our WhatsApp Community

મુકેશ અંબાણીની માતા કોકિલા બેન, પુત્ર આકાશ, પુત્રવધૂ શ્લોકા, તેમજ અનંત અને રાધિકા, અને મુકેશ અંબાણીના પૌત્રો પૃથ્વી અને વેદાએ કુંભ મેળામાં ભાગ લીધો હતો. ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા પછી, અંબાણી પરિવારે નિરંજની અખાડાના પીઠાધીશેશ્વરની હાજરીમાં ગંગા પૂજા કરી. એ પણ જોવા મળ્યું કે તે સ્થળે મોટી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

Ambani Family Mahakumbh 2025 : જુઓ વિડીયો 

Ambani Family Mahakumbh 2025 :અંબાણી પરિવારે ગંગામાં સ્નાન કર્યું

ત્રિવેણીમાં સ્નાન કર્યા પછી, અંબાણી પરિવાર મહાકુંભ દરમિયાન બનેલા પરમાર્થ નિકેતન આશ્રમમાં પહોંચ્યો. પરિવારે આશ્રમના સફાઈ કામદારો, બોટ ચાલકો અને યાત્રાળુઓને મીઠાઈ વહેંચી. પરિવારના સભ્યો પણ યાત્રાળુઓને ભોજન પીરસતા જોવા મળ્યા.

Ambani Family Mahakumbh 2025 :ચાર પેઢીઓ સાથે સંગમમાં સ્નાન કર્યું

જણાવી દઈએ કે, મુકેશ અંબાણી ચાર પેઢીઓ સાથે પ્રયાગરાજમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. તેઓ માતા કોકિલાબેન, મોટા પુત્ર-પુત્રવધૂ આકાશ અને શ્લોકા, નાના પુત્ર-પુત્રવધૂ અનંત અને રાધિકા અને પૌત્રો પૃથ્વી અને વેદ સહિત 11 સભ્યો સાથે મહાકુંભ સંગમમાં સ્નાન કર્યું. અંબાણી પરિવારની પ્રયાગરાજ મુલાકાતના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. આ સમય દરમિયાન, અંબાણી પરિવારની બંને પુત્રવધૂઓ, શ્લોકા અને રાધિકાએ તેમની સાદગીથી બધાનું દિલ જીતી લીધું.

આ સમાચાર પણ વાંચો: Mahakumbh 2025: પ્રયાગરાજના મહાકુંભ મેળામાં ગુજરાતી વાનગીઓ ચટકારો, ઉત્તર ગુજરાતના રોટલા અને સૌરાષ્ટ્રના ગાંઠિયા યાત્રાળુઓના દાઢે વળગ્યા

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version