Site icon

રાષ્ટ્રપતી પદ માટે મતદાન ચાલુ છે ત્યારે દ્રૌપદી મૂર્મુ સંદર્ભે ઉત્તર મુંબઈ ભાજપના પ્રસિદ્ધિ પ્રમુખ નીલા સોની રાઠોડ દ્વારા લખવામાં આવેલો લેખ- ધન્ય બની ધરા ઉપરબેડા ગામની — દ્રૌપદી મૂર્મુ દેશનાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઓરિસ્સાના આ ગામને પ્રસિદ્ધિ ના સર્વોચ્ચ શિખરે લઈ ગયા

President of India launched 'My Bengal, Addiction Free Bengal' campaign organized by Brahma Kumaris

President of India launched 'My Bengal, Addiction Free Bengal' campaign organized by Brahma Kumaris

News Continuous Bureau | Mumbai

ઉપરબેડા ગામ, સંથાળી જનજાતિ, કાન્હુ નદી, કદમ્બ વૃક્ષ, આજે સર્વ જ હરખની હેલીએ ચડ્યા છે. 

Join Our WhatsApp Community

ઉપરબેડા ગામની કાન્હુ નદી પર પુલ નહોતા અને  આદિવાસી બહુલ નાનકડું ઉપરબેડા ગામ નદી ની પેલે પાર જઈ કોઈ વ્યવહાર કરી ન શકે તેવી સ્થિતિ. અહીં જ ખરી પરીક્ષા છે એક સાચા સમાજ સેવકની.

દ્રૌપદી મૂર્મુ આ નદી પર પુલોના નિર્માણ માટે અથક પરિશ્રમ કરે છે. ૨૨ વર્ષ પૂર્વે આ નદીની  પત્થરની દીવાલો પુલો અને તેના ઉદ્ઘાટન માટે આવેલા દ્રૌપદી મૂર્મુ ના કાર્યોની સુવાસે આજે તેમને ગામની ગલીઓથી દિલ્હીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને નિશ્ચિત જ થનાર તેવા રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદ સુધી પહોંચાડ્યા હોવાથી ઓરિસ્સાના ઉપરબેડા ગામ અને આદિવાસી સાંથાળી વસ્તીમાં આનંદનો માહોલ જામ્યો છે. 

ઉપરબેડા ગામની સામાન્ય શાળાના શિક્ષણ દરમિયાન વર્ગમાં કાયમ પ્રથમ આવતા એક વિદ્યાર્થીની એટલે દ્રૌપદી મૂર્મુ. સાતમા ધોરણ સુધી પ્રાથમિક શિક્ષા દરમ્યાન જ અભ્યાસ માં પ્રથમ આવનાર આ વિદ્યાર્થીની વકતૃત્વ સ્પર્ધામાં અગ્રેસર રહેતા. પરંતુ પંચાયત સદસ્ય, રાજનૈતિક જીવન, ધારાસભ્ય, રાજ્યપાલ આતો કલ્પના બહારની વાતો.

આ સમાચાર પણ વાંચો : ચોમાસું સત્રની હંગામા સાથે થઇ શરૂઆત- લોકસભાની કાર્યવાહી બપોરના આટલા વાગ્યા સુધી સ્થગિત

વર્ગ માં અભ્યાસમાં પ્રથમ સ્થાન મેળવવું અને શાળાની ઇતર પ્રવૃતિઓમાં સામેલ થવું, અગ્રેસર રહેવું એજ નિત્યક્રમ. શાળાની નજીક માં રહેણાંક એટલે સખી નામે તપ્તી મંડલને પોતાને ઘરે બોલાવી સાથે જમવું ખાવું અને સાથે અભ્યાસ કરી સંગાથે શાળા તરફ પ્રયાણ કરનારા દ્રૌપદી મૂર્મુ આગળ વધ્યા અને સમાજસેવા રાજકારણ કરતા કરતા રાજ્યપાલ બન્યા ત્યાં સુધીમાં તો અન્ય કોઈ પણ હોય તો આ બાળપણની મૈત્રી વિસારે પાડી શકે. પણ શાળાના શિક્ષક બસંત ગિરિએ કહ્યું કે બાળપણથી પરોપકારી અને તેજસ્વી વિદ્યાર્થીની દ્રૌપદી મૂર્મુ રાજનૈતિક જીવનના આરંભે પણ આશીર્વાદ લેવા આવ્યા અને રાજ્યપાલ બન્યા પછી અમારી જેવા શિક્ષકોનું સન્માન કરવા પણ ઉપસ્થિત રહ્યાં. આવોજ સુર સખી તપ્તિ મંડલનો કે દ્રૌપદી મૂર્મુ ની મિત્રતા તો કાયમ જ રહી, ન એ ભૂલી ન અમને ભૂલવા દીધી. 

ઉપરબેડા ગામના સાંથાલી આદિવાસી સમાજ ના કલ્યાણ થી માંડી સર્વ જન હિતાય સર્વ જન સુખાયની યાત્રાએ આજે શ્રીમતી દ્રૌપદી મૂર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુધી પહોંચાડ્યા છે. 

પારિવારિક જીવન અને પુત્રો, પતિ જેવા આત્મીય જનો ને ગુમાવતા ભાંગી પડનાર દ્રૌપદી મૂર્મુ એ બ્રમ્હા કુમારી ના રાજયોગ કેન્દ્રમાં આધ્યત્મિક માર્ગે પોતાની જાતને ફરી બેઠી કરી. પુનશ્ચ હરિ ઓમ કરી સમાજસેવા આગળ ધપાવી અને ગામના રહેવાસી મોતીલાલ મંડલ કહે છે કે ગમે તે ભિન્ન ભિન્ન પદો પર આસીન હોય તોય ગામની મુલાકાત, સમસ્યાઓની માહિતી લે અને ત્યાં સુધી કે પાણીની ટાંકીના નિર્માણ માટે પણ દ્રૌપદી મૂર્મુ કમર કસે. 

આ સમાચાર પણ વાંચો :  ગુજરાતના દાહોદ પાસે થયો ભીષણ રેલ અકસ્માત- અનેક ટ્રેનોને થઈ અસર- જાણો પૂરી વિગત અહીં

કોઈ કામ નાનું મોટું નહિ. કામ અને સતત કામને સમર્પિત એક માયાળુ રાજનીતિજ્ઞ તરીકે ની છબી ઓરિસ્સાના આખા મયુરભંજ જીલ્હા અને આસપાસના પંથકમાં દ્રૌપદી મૂર્મુની રહેલી છે. 

આજે દેશ અને દુનિયાને આદિવાસી સમાજમાં આવું ઝળહળતું રત્ન હોવાનું જ્ઞાત થયું છે. ભારત દેશની સહુ પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ પદના શપથ લેશે તે જોવા આખો દેશ ઉત્સાહિત છે. 

અગણિત શુભેચ્છાઓ અને વધામણાં સાથે વંદન આ કર્મયોગી દ્રૌપદી મૂર્મુ નામક મહિલા શક્તિ ને.

(લેખિકા ઉત્તર મુંબઈ ભાજપના પ્રસિદ્ધિ પ્રમુખ છે.)

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version