Site icon News Continuous Bureau | Mumbai

બાપરે.. !! કોરોનામાં ઑક્સિજન વધારતું 7 રૂ. નું ઇન્જેક્શન લાખોમાં વેચતો આરોપી ઝડપાયો.. વાંચો વિગતવાર..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

01 ઓક્ટોબર 2020

કોરોના વાઇરસના કેસ વધતાની સાથે કોરોનાના ઇલાજ માટે કામ આવતી દવા-ઇન્જેકશનનું ડબલ ભાવમાં વેચાણ થઈ રહ્યું છે. આવા સમયે કળાબજાર કરનારા એક વ્યક્તિ ની ધરપકડ થઈ છે. જે સાત રૂપિયાના ઇન્જેકશનને એક લાખ રૂપિયામાં વેચતો હતો..  આરોપીએ વિદેશથી 58,000 રૂપિયા ખર્ચીને બોગસ ઇન્જેક્સન ખાસ મંગાવ્યા હતાં. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૯ની ટીમે આરોપી પાસેથી સ્વાઝીલૅન્ડમાં બનતી આ દવા જપ્ત કરી હતી. જેને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવી હતી. જેનો ૨૫ સપ્ટેમ્બરે રિપોર્ટ આવ્યો હતો કે આરોપી પાસેથી મળેલું ઇન્જેક્શન બનાવટી છે. 

 પકડાયેલ આરોપી દિલ્હીમાં મેડિકલ સ્ટોર ધરાવે છે. સ્વાઝીલૅન્ડમાં જે ઇન્જેક્શન બને છે તે તેણે ગુડગાંવમાંથી બ્લૅકમાં ખરીદ્યા હતાં. બાદમાં તેણે ઇન્જેક્શનની સાઇઝની બોટલ, તેના બૉક્સના કવર પ્રિન્ટ કરાવ્યા હતા. આમ સાત રૂપિયામાં પડતું ઇન્જેક્શન તે એક લાખ રૂપિયામાં વેચતો હતો. પૈસા કમાવવાની લાલચમાં આરોપીએ આવા ઇન્જેક્શન અનેક લોકોને વેચીને તેમના જીવ જોખમમાં મૂક્યા હતાં ની વાત ઉજાગર થઈ છે..

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version