Site icon

આનંદ મહિન્દ્રાએ શેર કરી ‘ભારતની છેલ્લી દુકાન’ની તસવીર, કહ્યું અહીંની એક કપ ચા પણ મૂલ્યવાન; જુઓ તસ્વીર જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022  

Join Our WhatsApp Community

શનિવાર 

દેશના જાણીતા બીઝનેસમેન આનંદ મહિન્દ્રા સોશિયલ પ્લેટફોર્મ પર ઘણા સક્રિય હોય છે, અને અવારનવાર સોશિયલ મીડિયા પર રોચક જાણકારી શેર કરતા રહે છે. ક્યારેક તેઓ આકર્ષક પર્યટન સ્થળોની તસવીરો શેર કરે છે, તો ક્યારેક તેઓ કોઈ રસપ્રદ ટુરિસ્ટ શેર કરે છે. હવે તેમણે ટ્વિટર પર ભારતની છેલ્લી દુકાનની તસવીર શેર કરી અને ત્યાં જઈને એક કપ ચા પીવાની ઈચ્છા વ્યક્ત કરી.  

બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ ભારતની છેલ્લી દુકાનના તસવીને રીટ્વીટ કરીને, તેણે તેના અનુયાયીઓને પૂછ્યું કે શું તે દેશના સૌથી અદભૂત સેલ્ફી સ્થળોમાંથી એક નથી. તેણે દુકાનનું નામ ‘હિન્દુસ્તાન ની  અંતિમ દુકાન’ની પણ પ્રશંસા કરી. સાથે જ તેમણે લખ્યું કે આ જગ્યાએ એક કપ ચા પીવી અમૂલ્ય હશે.

હકીકતમાં, બિઝનેસમેનએ જે દુકાનની તસવીર રીટ્‌વીટ કરી છે તે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં છે. ખાસ વાત એ છે કે આ દુકાન ચીનની સરહદ પર સ્થિત માના ગામમાં બનેલી છે. મળતી માહિતી મુજબ, તેને ચંદર સિંહ બરવાલ ચલાવે છે. તેણે આ ચાની દુકાન લગભગ ૨૫ વર્ષ પહેલા શરૂ કરી હતી. આ દુકાન પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. ટ્રેકિંગ પર્યટકો આ દુકાનની ચા અને મેગીને પસંદ કરે છે.

બ્યૂટી ટિપ્સ: ઠંડીને કારણે ગાલ ફાટી ગયા હોય તો અજમાવી જુઓ આ ફેસ પેક, ત્વચા બનશે કોમળ અને ચમકદાર; જાણો વિગત

ગામની નજીકના મેઇન રોડ પર એક બોર્ડ પણ લખેલું છે કે માના ગામ આ સરહદ પરનું છેલ્લું ભારતીય ગામ છે. અહીં આવેલા એક પ્રવાસીએ જણાવ્યું કે માના ગામનું જૂનું નામ મણિભદ્રપુરમ હતું. અહીંના સ્થાનિક લોકો તેને મહાભારતની વાર્તા સાથે જોડે છે. આનંદ મહિન્દ્રાના ટ્‌વીટ પછી લોકોએ તેની સાથે જાેડાયેલી વાતો કહેવાનું શરૂ કર્યું. કહેવાય છે કે પાંડવો આ રસ્તેથી સ્વર્ગમાં ગયા હતા. 

આનંદ મહિન્દ્રાના ટ્‌વીટ પછી, 'હિન્દુસ્તાન કી અંતિમ દુકાન'ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. લોકોએ અહીં તેમના અનુભવો અને તસવીરો શેર કરવાનું શરૂ કર્યું. આ પછી આનંદ મહિન્દ્રાએ ફરી ટિ્‌વટ કરીને લખ્યું કે લોકો જોરદાર પ્રતિસાદ આપી રહ્યા છે અને જબરદસ્ત તસવીરો પણ મળી રહી છે. હું તેમાંથી કેટલાક શેર કરવા જઈ રહ્યો છું.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version