News Continuous Bureau | Mumbai
વર્ષ 2020ના પ્રારંભમાં કોરોનાના વધતા સંક્ર્મણને અટકાવવા માટે તથા લોકોને જાગૃત કરવા માટે જે કોલર ટ્યુન વાગતી હતી તે નજીકના ભવિષ્ય ઇતિહાસ બની શકે છે. એટલે કે બની શકે છે કે નજીકના ભવિષ્યમાં આ કોરોના કોલર ટ્યુન ફોન કરતા પહેલા સાંભળવી નહીં પડે. લગભગ બે વર્ષ સુધી કોરોના વાયરસ સામે જાગૃતિ ફેલાવવા માટે પ્રિ-કોલ સંદેશ આપવામાં આવતો હતો. આ કોલર ટ્યુનના લીધે ઘણી વખત લોકો સાથે એવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે કે ઈમર્જન્સી હોય છતાં તેમણે સામેવાળી વ્યક્તિના ફોન કર્યા પછી કોરોનાની જાગૃતિનો સંદેશ સાંભળવો પડે છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ ટેલિકોમ્યુનિકેશન વિભાગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને પત્ર લખીને કોલર ટ્યુન દૂર કરવાની વિનંતી કરી છે. તેમાં સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા તેમજ મોબાઈલ સબ્સ્ક્રાઈબર્સ તરફથી મળેલી અરજીઓનો પણ ઉલ્લેખ છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર આદેશ આપવામાં આવ્યા નથી.
આ સમાચાર પણ વાંચો : વિશ્વના આ દેશએ બીટકોઈન ને સત્તાવાર ચલણ તરીકે સ્વીકારવાથી કર્યો ઇન્કાર, જણાવ્યા આ કરણો… જાણો વિગતે
ટેલિકોમ્યુનિકેશન વિભાગે હાલમાં સ્વાસ્થ્ય મંત્રાલયને અરજીનો હવાલો આપતા લખેલા એક પત્રમાં કહ્યું કે લગભગ 21 મહિના પસાર થયા પછી આ સંદેશાઓએ નાગરિકો વચ્ચે જાગરુકતા ઉભી કરવાના ઉદ્દેશ્યને પુરી કરી લીધો છે અને હવે તેની કોઇ પ્રાસંગિકતા નથી. નેટવર્ક પર ચલાવવામાં આવતા સંદેશાઓને કારણે ઇમરજન્સી સ્થિતિમાં મહત્વપૂર્ણ કોલમાં વિલંબ થાય છે અને કિંમતી બેન્ડવિડ્થ સંશાધનોની ખપત થાય છે. ટીએસપી નેટવર્ક પર ભાર વધે છે અને તેનાથી કોલ કનેક્શનમાં મોડું થાય છે. પત્ર અનુસાર આ ગ્રાહકના અનુભવને પણ પ્રભાવિત કરે છે કારણ કે ઇમરજન્સી સ્થિતિમાં ઘણી વખત કોલમાં લેટ થાય છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સૂચનોને પગલે કોલર ટ્યુન બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (TAPs) લોકોમાં જાગરૂકતા ફેલાવવા અને રોગચાળા દરમિયાન લેવામાં આવતી સાવચેતીઓ અને રસીકરણ વિશે તેમને જાણ કરવા માટે કોલ પહેલાં કોરોના વાયરસ સંબંધિત ઘોષણાઓ અને કોલર ટ્યુન વગાડે છે.
આ સમાચાર પણ વાંચો : દિલ્હી સામે હાર બાદ મુશ્કેલીમાં ફસાયો કેપ્ટન રોહિત શર્મા, આ કારણે લાગ્યો લાખો રૂપિયાનો દંડ.. જાણો વિગતે
