Site icon

બ્યૂટી ટિપ્સ- જો તમને સુંદર ત્વચા અને ચમકદાર વાળ જોઈતા હોય તો રાત્રે સૂતા પહેલા નાભિમાં લગાવો આ એક તેલ- જળવાઈ રહેશે સ્વાસ્થ્ય અને સુંદરતા

 News Continuous Bureau | Mumbai

જો તેલમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો લીમડાના તેલમાં (neem oil)ઘણા ફાયદાકારક તત્વો જોવા મળે છે. લીમડાના તેલમાં એન્ટી-ઓક્સીડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ત્વચાના ટીશ્યુ ને સાજા કરવામાં અને નવા ટીશ્યુ બનાવવામાં અસરકારક સાબિત થાય છે.આ સાથે લીમડાના તેલમાં વિટામિન-ઈ, એમિનો એસિડ અને ફેટી એસિડ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. ત્વચાને ચમકદાર (glowing skin)બનાવવા ઉપરાંત લીમડાના તેલમાં રહેલા આ ગુણો વાળને સ્વસ્થ (healthy hair)બનાવવાનું પણ કામ કરે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર, આયુર્વેદ નાભિમાં લીમડાનું તેલ નાખવાની ભલામણ કરે છે. જો તમે લીમડાના તેલ અને તેના ફાયદા વિશે નથી જાણતા તો આજે અમે તમને તેના ફાયદા વિશે જણાવીએ છીએ.

Join Our WhatsApp Community

1. નાભિ પર લીમડાનું તેલ લગાવવાના ફાયદા

ત્વચા માટે ફાયદાકારક – લીમડાના તેલમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ફંગલ ગુણ હોય છે, જે ત્વચાને પોષણ અને યુવાન રાખવામાં મદદ કરે છે. જો નાભિમાં લીમડાનું તેલ (neem oil)નાખવાની આદતને દિનચર્યામાં સામેલ કરવામાં આવે તો પિમ્પલ્સ, પિગમેન્ટેશન, ખરજવું અને ફોડલી ની સમસ્યા દૂર થાય છે. આ સાથે ત્વચામાં પણ ચમક આવે છે.

2. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક – દરરોજ રાત્રે નાભિ પર લીમડાનું તેલ (neem oil in nevel)લગાવવાથી સાંધાનો દુખાવો, પાચન સંબંધી સમસ્યાઓ, પેટની ચરબી, પેટનું ફૂલવું જેવી સમસ્યા ધીમે ધીમે ઓછી થાય છે.

3. વાળ માટે ફાયદાકારક – લીમડો ઔષધીય ગુણોથી ભરપૂર છે, જે ન માત્ર ત્વચા અને સ્વાસ્થ્યને (sin and health benefit)સારું રાખે છે, પરંતુ વાળને પોષણ પણ આપે છે. જેમને ડેન્ડ્રફની(dandruff) સમસ્યા છે તેઓ વાળમાં લીમડાનું તેલ લગાવી શકે છે. લીમડાનું તેલ વાળ ખરવા અને વાળની ​​શુષ્કતા ઘટાડવામાં અસરકારક છે.

4. આ રીતે નાભિ પર લીમડાનું તેલ લગાવો

દરરોજ રાત્રે સૂતા પહેલા સીધા સૂઈ જાઓ અને લીમડાના તેલના (neem oil in navel)બે ટીપા તમારી નાભિ પર મૂકો. તેલ નાખ્યા પછી થોડી વાર સીધા સૂઈ જાઓ, જેથી તેલ સરળતાથી નાભિની અંદર જઈ શકે. જ્યારે તેલ નાભિની અંદર સારી રીતે શોષાઈ જાય છે, ત્યારબાદ  તમે તમારી અનુકૂળતા મુજબ કોઈ પણ મુદ્રામાં સૂઈ શકો છો.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- જો તમારા નખ વધતા નથી તો અજમાવી જુઓ આ ઘરેલુ નુસખા- જલ્દી જ દેખાશે અસર

 

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version