Site icon

બ્યૂટી ટિપ્સ: શું તમે ડેન્ડ્રફથી કંટાળી ગયા છો? તો અજમાવી જુઓ આ આયુર્વેદિક નુસખા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

સોમવાર

શિયાળામાં વાળની ​​સમસ્યા વધી જાય છે, જેની પાછળનું સૌથી મોટું કારણ યોગ્ય કાળજીનો અભાવ છે. ઠંડીને કારણે આપણે વાળની ​​ખાસ કાળજી રાખી શકતા નથી, જેના કારણે વાળ તેની ચમક ગુમાવવા લાગે છે અને વાળ ખરવા, ડેન્ડ્રફ વધવા જેવી સમસ્યાઓ થાય છે.ઠંડા પવનોને કારણે વાળનો  ​​ભેજ ગાયબ થવા લાગે છે અને વાળમાં ડેન્ડ્રફ વધવા લાગે છે. આવી સ્થિતિમાં આપણે કેટલીક એવી ભૂલો કરવાથી બચવું જોઈએ જે ઠંડીની મોસમમાં અજાણતા કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આયુર્વેદિક નુસખાઓની મદદથી તમે શિયાળામાં ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યાથી બચી શકો છો.

1. રોજ આમળા ખાઓ

આમળા માત્ર રોગપ્રતિકારક શક્તિ જ નથી વધારતા પણ વાળ માટે રામબાણ છે. આવી સ્થિતિમાં દરરોજ સવારે ઉઠીને એક આમળું  ખાઓ. જો તમે ઇચ્છો તો સૂકા આમળાનો ઉપયોગ કેન્ડીના રૂપમાં અથવા પાવડરના રૂપમાં કરી શકો છો, સવારે આમળાનો રસ પીવો પણ વાળ માટે ફાયદાકારક છે.

2. તલ નું સેવન 

પોષક તત્વોથી ભરપૂર તલ તમારા વાળને દરેક રીતે ફાયદો કરી શકે છે. જો તમારા વાળમાં ડેન્ડ્રફ હોય તો તલનું તેલ નિયમિત રીતે લગાવો અથવા ખાવામાં તેનો ઉપયોગ કરો.

3. તેલ લગાવવું જરૂરી છે

શિયાળામાં ન્હાવાના એક-બે કલાક પહેલા માથામાં તેલની માલિશ કરો. તેલને થોડું ગરમ ​​કરો અને જ્યારે તે ગરમ હોય ત્યારે વાળમાં સારી રીતે માલિશ કરો. આયુર્વેદ અનુસાર અઠવાડિયામાં એક કે બે વાર વાળમાં તેલ લગાવવું જોઈએ.

4. ગોળ નું સેવન 

ગોળ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં આયર્ન, ઝિંક વગેરે ભરપૂર માત્રામાં હોય છે, જે વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.

5. ઘીનો વપરાશ

શિયાળામાં ઘી સ્વાસ્થ્ય, ત્વચા અને વાળને કુદરતી રીતે ભેજ આપે છે. વાળ ખરતા હોય કે ખોડો થાય તો વાળમાં ઘીથી માલિશ કરો અને 1 કલાક પછી વાળ સાફ કરો.

બ્યૂટી ટિપ્સ: વેલેન્ટાઈન ડે ના દિવસે સુંદર દેખાવા માટે અજમાવી જુઓ , આ સરળ મેકઅપ ટિપ્સ; જાણો વિગત

 

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version