Site icon News Continuous Bureau | Mumbai

તો આ કારણે ‘બાબા કા ઢાબા’ના માલિકે કર્યો હતો આત્મહત્યા નો પ્રયાસ; હૉસ્પિટલથી રજા મેળવ્યા બાદ આપ્યું આ નિવેદન, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૬ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

દક્ષિણ દિલ્હીના 'બાબા કા ઢાબા'ના માલિક કાંતા પ્રસાદને સફદરજંગ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેણે 17 જૂને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે ૮૧ વર્ષીય પ્રસાદે ઊંઘની ગોળીઓ ખાઈ લીધી અને ત્યાર બાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો.

એક વરિષ્ઠ અધિકારીના મીડિયાને જણાવ્યા અનુસાર પ્રસાદે પોલીસને કહ્યું હતું કે યુટ્યુબર ગૌરવ વાસનની માફી માગવા માટે ઘણા લોકો દ્વારા તેમને ફોન આવી રહ્યા છે. આનાથી તે અસ્વસ્થ થઈ ગયા હતા અને આ પગલું ભર્યું. આ મામલે હજી સુધી કોઈ કેસ નોંધાયો નથી. ઘરે પાછા ફર્યા બાદ પ્રસાદે મીડિયાને કહ્યું “ગુરુવારે મને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હું ઇચ્છું છું કે વાસન હંમેશાં ખુશ રહે અને અમને અમારા હાલ પર છોડી દે.”

જોકેવાસને મીડિયાને કહ્યું કે તેને ખબર નથી કે કોણ પ્રસાદને ફોન કરે છે. તેણે કહ્યું “હું કેવી રીતે જાણું કે તેમને કોણ ફોન કરે છે અને મને માફી માગવા માટે કેમ કહે છે?”

આંખો પહોળી થઈ જશે : મુકેશભાઈ ના  ૫- જી ની સ્પીડ ૧ જી.બી. પ્રતિ સેકન્ડ છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે યુટ્યુબર ગૌરવ વાસનને કારણે બાબા કા ઢાબાનો વીડિયો આખા દેશમાં વાયરલ થઈ ગયો હતો અને અનેક લોકોએ મદદનો હાથ લંબાવ્યો હતો.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version