Site icon

Bahuchara Mata Temple : શક્તિપીઠ બહુચરાજી માતાજીના નવા ભવ્ય મંદિરનું કરાશે નિર્માણ, મંદિરના શિખરો પર 86 ફૂટે લહેરાશે ધજા…

Bahuchara Mata Temple : પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માઈભક્તોની આસ્થાને ધ્યાને રાખી શ્રી બહુચરાજી માતાજીના નવા ભવ્ય મંદિરનું નિર્માણ કરાશે: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ૮૬ મીટરથી વધુ ઊંચાઈ સાથેનું ભવ્ય મંદિર બંસીપહાડપુર પથ્થરમાંથી નિર્માણ પામશે

Bahucharaji Temple Will Be Completely New With A 86 Feet High Spire

News Continuous Bureau | Mumbai

Bahuchara Mata Temple : પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા શ્રદ્ધાળુઓની લાગણી ધ્યાને રાખીને શ્રી બહુચર માતાજી (Bahuchara Mata)ના ભવ્ય નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના ધર્મપ્રેમી ભક્તોને દર્શન માટેની સગવડો ધ્યાને લઈ સોમનાથ, દ્વારકા, પાવાગઢના મંદિરના વિકાસની જેમ જ બહુચરાજી મંદિર નું નિર્માણ કરાશે.

Join Our WhatsApp Community

બંસીપહાડપુર પથ્થરમાંથી આ મંદિરનું નિર્માણ કરાશે

મંત્રીશ્રી પટેલે વધુમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) ના સીધા માર્ગદર્શન અને ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતના દિશાનિર્દેશ હેઠળ રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા માઈભક્તોની આસ્થાને ધ્યાને રાખીને બંસીપહાડપુર પથ્થરમાંથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. મંદિરના હયાત જમીનના ડેટાની માહિતી મેળવવા તથા ડિઝાઇન તૈયાર કરાવવા માટે કન્સલ્ટન્ટ દ્વારા જરૂરી જમીનની વજન સહન કરવાની ક્ષમતા (SBC) અંગેના ટેસ્ટીંગ રીપોર્ટના આધારે પાયામાંથી શિખર સુધી ૮૬’૧”ની ઊંચાઈ રાખવાનો નિર્ણય લેવાયો છે. મંદિર પરિસરના સર્વગ્રાહી વિકાસની કામગીરી હાથ ધરવા માટે રાજ્ય સરકાર દ્વારા ૭૦ કરોડથી વધુનો ખર્ચ કરવાનું આયોજન છે.

આ સમાચાર પણ વાંચો : Raj Thackeray Meets Eknath Shinde: ઉદ્ધવ ઠાકરે સાથેની નિકટતાની અટકળો વચ્ચે CM શિંદેને મળવા પહોંચ્યા રાજ ઠાકરે, રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ..

વલ્લભભટ્ટનાં મંદિરમાં નહીં થાય ફેરફાર

આ મંદિર હયાત સ્થળની પરિસ્થિતીને ધ્યાને રાખી વરખડીવાળા સ્થાનને યથા યોગ્ય રાખી તથા વલ્લભભટ્ટનાં મંદિરમાં કોઈ પણ

આ મંદિર ૧૮મી સદીના અંતમાં બાંધવામાં આવ્યું હતું

ઉલ્લેખનીય છે કે, હાલનું બહુચરાજી મંદિર(Bahuchara Mata Temple ) ૧૮મી સદીના અંતમાં માનાજીરાવ ગાયકવાડના શાસન દરમિયાન બાંધવામાં આવ્યું હતું અને રેતીના પથ્થર નો ઉપયોગ કરીને તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું .

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version