Site icon

સ્પાઈસજેટ બાદ હવે આ એરલાઇન કંપનીના પ્લેનમાં સર્જાઈ ખામી- અધવચ્ચે એન્જિન થયું ફેલ- જાણો વિગતે 

Woman abuses crew, walks semi-nude on Abu Dhabi-Mumbai flight

હવામાં હાઈ વોલ્ટેજ ડ્રામા, નશામાં ધૂત મહિલાએ ફ્લાઈટમાં કપડા ઉતારી નાખ્યા, ક્રૂ મેમ્બર પર થુકી.. થઇ ગઈ ધરપકડ

News Continuous Bureau | Mumbai 

ભારતની સૌથી સસ્તી અને સારી એરલાઈન્સ ગણાતી સ્પાઈસજેટ(Airline SpiceJet) પર સુરક્ષાને લઈને ઘણા સવાલો ઉભા થઇ રહ્યાં છે. સ્પાઈસજેટની ફ્લાઈટમાં 18 દિવસમાં 8 ફ્લાઈટ(flight)માં ટેક્નિકલ ખામી(technical issues)ઓ સર્જાઈ હતી. તો હવે વધુ એક કંપનીના વિમાનનું એન્જિન ફેલ(engine fail) થયુ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ, બેંગકોક-દિલ્હી વિસ્તારા ફ્લાઈટ(Vistara flight)- FLT UK-122 (BKK-DEL)નું એક એન્જિન લેન્ડિંગ(landing) દરમિયાન ફેઈલ થઈ ગયું હતું. ત્યારબાદ વિમાનને પાર્કિંગમાં ખસેડવામાં આવ્યું હતું. જોકે આ ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો(Passengers) સુરક્ષિત છે. આ અંગે ATCને જાણ કરવામાં આવી હતી અને DGCAને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી.

પ્રાથમિક અહેવાલ અનુસાર બેંગકોકથી દિલ્હી(Bangkok to Delhi) એરપોર્ટ પર લેન્ડ થતા સમયે એન્જીનમાં ટેક્નિકલ ખામી સર્જાતા એક જ એન્જીનના સહારે પ્લેન લેન્ડ થયું હતું.

આ સમાચાર પણ વાંચો : આ કેન્દ્રીય મંત્રીએ મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું; બની શકે છે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર! ચર્ચાનું બજાર ગરમ.

ઉલ્લેખનીય છે  કે દેશમાં વિમાનોમાં ટેક્નિકલ ખામી સર્જાવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ખાસ કરીને સ્પાઈસ જેટના એરક્રાફ્ટમાં થોડા દિવસોમાં 8 જેટલા મોટા કેસ નોંધાયા છે જેમાં મોટી દુર્ઘટના ટળી હતી. મંગળવારે જ, સ્પાઈસ ફ્લાય ટુ દુબઈને ખામીના કારણે પાકિસ્તાનના કરાચીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. આ પહેલાં પણ આવી ઘટનાઓ સામે આવી છે, છેલ્લા 18 દિવસમાં સ્પાઈસ જેટની અલગ-અલગ ફ્લાઈટોમાં આવી 8 ઘટનાઓ સામે આવી છે. ભારત સરકારે સ્પાઇસજેટને કારણ દર્શક નોટિસ(Show cause notice) આપીને જવાબ આપવા જણાવ્યું છે.    

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version