Site icon

ડિસેમ્બરમાં વાર-તહેવારોની ભરમાળ… બાપરે..!! બેંકો આટલાં દિવસ બંધ રહેશે.. RBI એ પણ આપી મંજુરી.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

01 ડિસેમ્બર 2020

આરબીઆઈના જણાવ્યા અનુસાર, આ વર્ષે ડિસેમ્બર મહિનામાં બેન્કિંગ કામગીરી થોડા દિવસો માટે બંધ રહેશે. 

મળતી માહિતી મુજબ…  મહિનાના 4 રવિવાર આમ પણ બેંકો બંધ રહેશે. ઉપરાંત 12 ડિસેમ્બરે બીજો શનિવાર હોવાને કારણે દેશભરની બેંકો બંધ રહેશે. આ દિવસે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની બેંકો ગુરુ ઘાસીદાસ જયંતી પર બંધ રહેશે. 19 ડિસેમ્બરે ગોવાના મુક્તિ દિવસ પર ગોવા અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં બેંકો બંધ રહેશે. 24 ડિસેમ્બરે નાતાલના તહેવારને કારણે ઘણા રાજ્યોમાં બેંકોમાં સ્થાનિક રજા રહેશે. 

જ્યારે 25 ડિસેમ્બરે ક્રિસમસને રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી છે. 26 ડિસેમ્બરે ચોથા શનિવારના કારણે દેશભરની બેંકો બંધ રહેશે. ઘણા રાજ્યોમાં, આ વખતે બેન્કોના કામકાજના કલાકોમાં 31 ડિસેમ્બરમાં નવા વર્ષની પૂર્વસંધ્યાને ધ્યાનમાં રાખીને ઘટાડો કરવામાં આવ્યો છે. 

નોંધનીય છે કે સ્થાનિક તહેવારો અનુસાર જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા દિવસોએ બેંક રજાઓ રાખવામાં આવે છે. સામાન્ય રીતે ઘણા રાજ્યોમાં એક સાથે, ઘણા રાજ્યોમાં બદલાતી તારીખે રજા હોય છે. તેથી એવું કહેવામાં આવે છે કે બધી બેંકોમાં સમાન રજા હોતી નથી. બેન્કિંગ રજાઓ પણ ખાસ રાજ્યોમાં ઉજવાતા તહેવારોની સૂચના અથવા તે રાજ્યોમાં ચોક્કસ પ્રસંગો પર આધારીત છે.

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version