Site icon

બ્યૂટી ટિપ્સ- લીંબુની છાલને ફેંકી દેતા પહેલા વિચારી લેજો- તેના છે સુંદરતાના ઘણા ફાયદા-જાણો ત્વચા પર થતા લાભ વિશે

News Continuous Bureau | Mumbai

લીંબુના ફાયદા વિશે કોણ નથી જાણતું, દરેક તેની વિશેષતાથી વાકેફ છે. જ્યારે પણ તમને થાક, ઉલ્ટી, લૂઝ મોશન જેવી સમસ્યા થાય છે ત્યારે ઘરના લોકો લીંબુ પાણી(lemon water) પીવાની સલાહ આપે છે. આ સિવાય નજરથી બચાવવા અને નકારાત્મક ઉર્જા ઘરમાં ન આવે તે માટે લોકો લીંબુ અને મરચાને દોરામાં બાંધીને મુખ્ય દરવાજા પર લટકાવી દે છે. તમને જણાવી દઈએ કે માત્ર લીંબુનો રસ જ નહીં, તેની છાલ પણ અનેક પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. તેથી હવેથી, તેમને ફેંકી દેવાને બદલે, આ રીતે ઉપયોગ કરો.

Join Our WhatsApp Community

– લીંબુની છાલ(lemon peel) એક સારું સ્ક્રબર છે, તમે તેને સૂકવીને પાવડર તરીકે સ્ટોર કરી શકો છો, પછી તેને ચણાના લોટના મિશ્રણમાં ભેળવીને ચહેરો સ્ક્રબ કરી શકો છો.

– લીંબુની છાલના પાઉડરમાં બદામનું તેલ(almond oil) ભેળવીને હોઠ પર લગાવવાથી સૂકા હોઠ મુલાયમ બને છે. આ સિવાય તેનો પાવડર ખીલમાં પણ ખૂબ જ ફાયદાકારક છે. લીંબુની છાલના પાઉડરમાં ગુલાબજળ મિક્સ કરીને ફેસ પેકની જેમ ચહેરા પર લગાવો, પછી જુઓ કે તમારા પિમ્પલ્સ કેવી રીતે ગાયબ થઈ જાય છે.

– લીંબુની છાલમાં પોલીફેનોલ્સ મળી આવે છે, જે શરીરનું વજન ઘટાડવામાં(weight loss) અસરકારક સાબિત થઈ શકે છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન (NCBI)ના અહેવાલ મુજબ, લીંબુની છાલનો અર્ક બાળપણની સ્થૂળતાને અમુક અંશે ઘટાડી શકે છે.

– ફંગલ ઇન્ફેક્શનમાં પણ તમે લીંબુ લગાવી શકો છો. કારણ કે તે વિટામિન ડી અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે. આ સિવાય તે ડેન્ડ્રફથી(dandruff) છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- ત્વચા માટે વરદાન સમાન છે ઘી-જાણો તેને સ્કિન પર લગાવવાથી થતા ફાયદા વિશે

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version