Site icon

સ્વાસ્થ્ય જાણકારી- તાંબાના વાસણમાં ચાંદીનો સિક્કો રાખીને પાણી પીવાથી રહે છે આ બીમારીઓ દૂર- જાણો આ પાણી પીવાની સાચી રીત

 તમે ઘણીવાર લોકોને તાંબાના વાસણમાં (copper pot)રાખેલ પાણી પીતા જોયા હશે. કારણ કે તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવું સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો પણ તાંબાના વાસણમાં આખી રાત રાખી પાણી પીવાની સલાહ આપે છે. પરંતુ જો અમે તમને કહીએ કે તાંબાના વાસણમાં પાણી સાથે ચાંદીનો સિક્કો(silver coin) પણ રાતભર રાખવાથી અને સવારે તેને પીવાથી તમારા સ્વાસ્થ્ય માટે અજાયબી થઈ શકે છે? હવે તમે વિચારતા હશો કે આવું કેવી રીતે? તો ચાલો તમને જણાવીએ.

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે ચાંદી અને તાંબામાં રોગાનુરોધી ગુણ હોય છે. આ જ કારણે બેક્ટેરિયાના વિકાસને રોકવા માટે કેટલાક વોટર ફિલ્ટર મશીનમાં ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે. વધુમાં, સૂક્ષ્મજીવાણુઓ ચાંદી સામે પ્રતિકાર વિકસાવવામાં સક્ષમ નથી. જો કે તે લાંબા સમયથી આયુર્વેદ દ્વારા માન્ય છે; તાજેતરમાં જ,આવા  દાવાની સત્યતા ચકાસવા માટે નિયંત્રિત પરિસ્થિતિઓ હેઠળ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો કે,પાણી ને  તાંબા (copper)અને ચાંદીના(silver) કન્ટેનરમાં સંગ્રહ કરવામાં આવે ત્યારે ઇ. કોલી અને સાલ્મોનેલા જેવા બેક્ટેરિયા અદૃશ્ય થઈ જાય છે. આમ, બંને તમને પીવાનું સલામત પાણી પૂરું પાડવા માટે જંતુનાશક તરીકે કામ કરે છે.

Join Our WhatsApp Community

તાંબાના વાસણમાં પાણી સાથે ચાંદીનો સિક્કો ભેળવીને પીવાથી થતા લાભ 
તે  વાત, પિત્ત અને કફ જેવા ત્રણેય દોષોને સંતુલિત કરે છે.
તે દરેક પ્રકારની પેટની સમસ્યાઓમાં (stomach problem)ફાયદાકારક છે. જેમ કે પેટમાં દુખાવો, ગેસ, એસિડિટી, કબજિયાત વગેરે. તે પેટમાંથી આંતરડાની ગંદકીને સાફ કરવામાં પણ મદદરૂપ છે.
આ પાણી પીવાથી ગુસ્સો(anger) ઓછો થાય છે. મન શાંત રહે છે અને તણાવ દૂર થાય છે. આ પાણીનો ઉપયોગ યાદશક્તિને (memory)મજબૂત બનાવે છે અને મનને તેજ બનાવે છે.
તે લીવર અને કીડનીને (kidney)સ્વસ્થ રાખે છે. આ પાણી લોહીને શુદ્ધ કરે છે અને વધારે છે. તે શરીરમાં ઠંડક જાળવી રાખે છે અને શરીરમાં કોષો બનાવે છે.
આ પાણી ફોલ્લીઓ, ખીલ, અને ત્વચા સંબંધિત(skin problem) અન્ય રોગોને વધવા દેતું નથી. ચહેરાની સુંદરતામાં વધારો કરે છે. ત્વચા ચમકદાર દેખાય છે. 
તે વધારાની ચરબી ઘટાડવામાં(weight loss) પણ અત્યંત મદદગાર સાબિત થાય છે.
બ્લડ પ્રેશર(blood pressure) કંટ્રોલમાં રહે છે અને તે થાઈરોઈડની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ છે. એટલું જ નહીં આ પાણી પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ(cholesterol) ઓછું થાય છે અને હૃદય સ્વસ્થ રહે છે.
યુરિક એસિડ(uric acid) ઘટાડે છે અને સંધિવા અને સાંધામાં સોજા ને કારણે થતો દુખાવો મટાડે છે.
શરીરના આંતરિક ઘાને ઝડપથી રૂઝવામાં મદદ કરે છે અને ચેપનું જોખમ રહેતું નથી.

આ પાણી બનાવવા માટે સૌથી પહેલા એક તાંબાનું વાસણ(copper pot) લો અને તેમાં પાણી ભરો. હવે તેમાં ચાંદીનો સિક્કો નાખીને રાતભર ઢાંકીને રાખો. સવારે ઉઠીને આ પાણીને ધીમે-ધીમે ચુસ્કી ભરી ને બને એટલું પીઓ.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

-benefits drinking water with store in copper pot with silver coin

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version