Site icon

બ્યૂટી ટિપ્સ- સ્વાસ્થ્ય ની સાથે સાથે ત્વચા માટે પણ તેટલી જ ઉપયોગી છે ડાર્ક ચોકલેટ-આ રીતે કરો તેનો ઉપયોગ

 News Continuous Bureau | Mumbai

ચોકલેટ કોને ન ગમે? બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક જણ ચોકલેટના(chocolate) દિવાના છે. આલમ એ છે કે આજકાલ લોકો એકબીજાને ભેટ અને મીઠાઈના રૂપમાં ચોકલેટ આપવા લાગ્યા છે. તે જ સમયે, ડાર્ક ચોકલેટ(dark chocolate)ઘણા પોષક તત્વોથી ભરપૂર છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કોકોના બીજમાંથી બનેલી ડાર્ક ચોકલેટ એન્ટી-ઓક્સીડેન્ટનો શ્રેષ્ઠ સ્ત્રોત છે, જે સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ ઓછા લોકો જાણતા હશે કે સ્વાદ અને પોષક તત્વોથી ભરપૂર ડાર્ક ચોકલેટ ત્વચા માટે પણ ફાયદાકારક (dark chocolate for skin)છે. ત્વચાનો ટોન ગમે તેવો હોય, જો ડાર્ક ચોકલેટનો  નિયમિત ઉપયોગ કરવામાં આવે તો તે ત્વચાને ચમકદાર અને સ્વસ્થ રાખે છે. આવો જાણીએ ત્વચા માટે ડાર્ક ચોકલેટના ફાયદાઓ વિશે.

Join Our WhatsApp Community

1. ત્વચા માટે ડાર્ક ચોકલેટના ફાયદા – ડાર્ક ચોકલેટમાં જોવા મળતા બાયો-એક્ટિવ કમ્પાઉન્ડ તમારી ત્વચા માટે ઉત્તમ છે. આ સિવાય ડાર્ક ચોકલેટમાં મળતા ફ્લેવોનોઈડ્સ ત્વચાને સૂર્યના કિરણોથી બચાવે છે. એટલું જ નહીં, ડાર્ક ચોકલેટ ત્વચામાં લોહીના પ્રવાહને સુધારવા અને તેને હાઇડ્રેટ(hydrate) રાખવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે. ત્વચાને સ્વસ્થ રાખવા અને તેને આંતરિક રીતે પોષણ આપવા માટે ચોકલેટ ખાવી ફાયદાકારક છે.

2. રેડિકલ ડેમેજથી બચાવે છે – એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર ડાર્ક ચોકલેટ ત્વચાને રેડિકલ ડેમેજથી (redical damage)બચાવે છે. આ સિવાય તે ત્વચાને પ્રદૂષણ અને ચામડીના રોગ પેદા કરતા તત્વોથી પણ બચાવે છે. તેમજ ડાર્ક ચોકલેટમાં રહેલ કોકો આપણી ત્વચાને મુલાયમ રાખવામાં મદદ કરે છે.

3. સૂર્યના હાનિકારક કિરણોથી રક્ષણ – ડાર્ક ચોકલેટ ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવવામાં મદદ કરે છે કારણ કે કોકોના (coco)કારણે ત્વચાને ભરપૂર ભેજ મળે છે અને ક્ષતિગ્રસ્ત ત્વચાના કોષો પણ અંદરથી રિપેર થાય છે.

4. ત્વચાને ડિટોક્સ કરવા માટે – આપણે જે પણ ખાઈએ છીએ અને તેની અસર આપણા સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા પર પણ જોવા મળે છે. તડકા, ધૂળ અને પ્રદૂષણને કારણે આપણી ત્વચા પર અનેક પ્રકારના ઝેરી પદાર્થો જમા થાય છે. આ સિવાય જૈવિક કાર્યોને કારણે શરીરમાં હાનિકારક ટોક્સિન્સ (toxine)પણ બને છે, જેને ચોકલેટ સાફ કરવાનું કામ કરે છે. આ સાથે ત્વચાના છિદ્રોને સાફ કરીને સ્વસ્થ (healthy skin)રાખે છે. જેના કારણે ત્વચા મુક્તપણે શ્વાસ લઈ શકે છે અને સ્વસ્થ રહે છે.

આ રીતે કરો ઉપયોગ – ડાર્ક ચોકલેટ ખાવા સિવાય તમે તેને ફેસ પેક બનાવીને (dark chocolate face pack)પણ લગાવી શકો છો.

1. ત્વચાને ચમકદાર રાખવા માટે બે ચમચી ડાર્ક ચોકલેટ પાવડર, એક ચમચી મધ(honey) અને એક ચમચી દૂધ(milk) મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે તેને ચહેરા પર લગાવો અને સુકાઈ ગયા બાદ ધોઈ લો.

2. આ સિવાય ડાર્ક ચોકલેટ પાવડર અને મુલતાની માટી પાવડર સમાન માત્રામાં લો અને તેમાં ગુલાબજળ(rose water) ઉમેરીને સારી રીતે મિક્સ કરો. હવે તેને ચહેરા પર લગાવો અને સુકાઈ ગયા પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો અને મોઈશ્ચરાઈઝર લગાવો.

આ સમાચાર પણ વાંચો: બ્યૂટી ટિપ્સ- માર્કેટ ની મોંઘી સીસી ક્રીમ ઘરે જ બનાવો મિનિટોમાં- ઓછા ખર્ચ માં થશે તૈયાર-જાણો તેને બનાવવાની રીત વિશે

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version