Site icon

aloe vera : સ્વાસ્થ્ય જાણકારી- એલોવેરા જ્યુસ પીવાથી શરીરને થાય છે ઘણા લાભ- જાણો ક્યારે અને કેવી રીતે પીવાથી થશે ફાયદો

benefits of drinking aloe vera juice

benefits of drinking aloe vera juice

News Continuous Bureau | Mumbai

aloe vera : એલોવેરા( aloe vera ) તેના ઔષધીય ગુણો માટે જાણીતું છે. તેને ત્વચા કે વાળ પર જ લગાવવામાં આવે છે એટલું જ નહીં, લોકો તેનું સેવન પણ કરે છે. એલોવેરાના પાનમાંથી નીકળતા પલ્પમાંથી એલોવેરા જ્યુસ બનાવવામાં આવે છે. તે માત્ર ભારતમાં(India) જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં ઔષધીય છોડ તરીકે ઉગાડવામાં આવે છે. અને તેમાંથી વિવિધ લાભો લેવામાં આવે છે. આજે જાણી લો એલોવેરા જ્યુસ સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે અને તેને કયા સમયે પીવું શ્રેષ્ઠ છે.

Join Our WhatsApp Community

– વિટામીન A, C અને Eની સાથે એલોવેરામાં મિનરલ્સ, એન્ઝાઇમ્સ અને એમિનો એસિડ પણ હોય છે. આ ઉપરાંત એલોવેરામાં મેંગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ અને ઝિંક પણ મળી આવે છે. આ બધા પોષક તત્વો પાચન ને સારું બનાવે છે. એલોવેરા જ્યુસ(aloe vera juice) પીવાથી શરીરને નીચેના ફાયદા થાય છે.

– તે શરીરમાં પાણીની(water) ઉણપને પૂર્ણ કરવામાં અસરકારક છે.

– તેને પીવાથી મોઢાને(mouth) પણ ઘણા ફાયદા થાય છે. દાંત અને મૌખિક સ્થિતિ વધુ સારી બને છે.

– તેના એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો નાના ચેપના(infection) જોખમને દૂર રાખે છે.

– ડાયાબિટીસના(diabetes) દર્દીઓ પણ આનો લાભ લઈ શકે છે. આ જ્યૂસ બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં સારો માનવામાં આવે છે.

– એલોવેરા જ્યુસ ખરાબ કોલેસ્ટ્રોલને(cholestrol) પણ ઘટાડે છે અને હાર્ટ હેલ્થ માટે સારું છે.

– એલોવેરા જ્યુસ પીવાથી વજન ઘટાડવામાં (weight loss)પણ મદદ મળે છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- પગ નીચે ઓશીકું રાખીને સૂવાથી મળે છે આ ફાયદા- અનેક સમસ્યાઓ માં થશે રાહત

એલોવેરા જ્યુસ પીવાનો યોગ્ય સમય

– ખાલી પેટ એલોવેરા જ્યુસ પીવાથી વધુ ફાયદા જોવા મળે છે. આ જ્યુસ સવારે ખાલી પેટે પીવું સારું છે જેથી શરીર આ જ્યુસમાંથી (aloe vera juice)પોષક તત્વોને સારી રીતે શોષી શકે.

એલોવેરાનો રસ કેવી રીતે બનાવવો

– એલોવેરા જ્યુસ બનાવવા માટે સૌથી પહેલા એલોવેરાના પાન(aloe vera leaves) લો અને તેનો પલ્પ કાઢી લો. હવે તેને બ્લેન્ડરમાં નાખીને પીસી લો. તેને ગ્લાસમાં કાઢીને તેમાં લીંબુ મિક્સ કરીને પીવો. જો તમે ઈચ્છો તો તેમાં થોડું કાળું મીઠું ઉમેરી શકો છો.

Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Expenditure limit: ઉમેદવારોને મોટી રાહત! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘ખર્ચ મર્યાદા’માં જબરદસ્ત વધારો – શું છે નવું ગણિત?
Exit mobile version