Site icon

સ્વાસ્થ્ય જાણકારી- રોજ સવારે ખાલી પેટ કરો એક ગ્લાસ આ દેશી પીણાં નું સેવન કરો-ઘણી બીમારીઓ થશે દૂર

News Continuous Bureau | Mumbai

દહીંની લસ્સી કે છાશ કેલ્શિયમ (calcium)ના સારા સ્ત્રોત માનવામાં આવે છે. ઉનાળામાં છાશ કે લસ્સી પીવાની સલાહ આપવામાં આવે છે. સ્વાસ્થ્ય (health)માટે છાશ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં બેક્ટેરિયા, કાર્બોહાઈડ્રેટ્સ અને લેક્ટોઝના સ્વસ્થ ગુણો હોય છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદરૂપ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સવારે ખાલી પેટ છાશ પીવાથી શું થાય છે. જો તમે સવારે ખાલી પેટ છાશનું સેવન કરો છો, તો તે પાચન સુધારવામાં, હાડકાંને(bone) મજબૂત કરવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી શકે છે.

Join Our WhatsApp Community

1. પેટ માટે-

જો તમે પેટ સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો સવારે ખાલી પેટ છાશનું (buttermilk)સેવન કરવાથી આરામ મળે છે. તે પેટને ઠંડુ કરવામાં અને પાચનને સારું રાખવામાં મદદ કરી શકે છે.

2. રોગપ્રતિકારક શક્તિ-

છાશ વિટામિન સીથી ભરપૂર માનવામાં આવે છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને(immunity) મજબૂત કરવામાં મદદરૂપ છે. દરરોજ છાશનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે.

3.એસિડિટી-

જો તમને એસિડિટીની(acidity) સમસ્યા હોય તો છાશનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાળું મીઠું અને જીરું ભેળવી છાશ પીવાથી એસિડિટીમાં આરામ મળે છે.

4. હાડકાં-

છાશ દહીંમાંથી બનાવવામાં આવે છે, જે કેલ્શિયમનો(calcium) સારો સ્ત્રોત છે. હાડકાંને મજબૂત બનાવવા માટે તમે છાશનું સેવન કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- જો તમે પણ મોમોસ સાથે ચીલી ઓઈલ અને સેઝવાન સોસ નું સેવન કરો છો તો થઇ જાઓ સાવધાન- થઇ શકે છે આ ગંભીર બીમારી

Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Turmeric market news: હળદરમાં તેજીનો યુ ટર્ન: નિકાસકારોને ગુણવત્તાની ચિંતા
Exit mobile version