Site icon

સ્વાસ્થ્ય જાણકારી- સ્થૂળતા ઘટાડવાથી લઈને આયર્ન વધારવા સુધી-જાણો સવારે ખાલી પેટ સૂકી દ્રાક્ષ ખાવાના ફાયદા વિશે

This Raisin water is perfect for Glowing Skin

This Raisin water is perfect for Glowing Skin

News Continuous Bureau | Mumbai

શરીરને સ્વસ્થ રાખવા માટે હેલ્ધી ડાયટ મહત્વપૂર્ણ (healthy diet)માનવામાં આવે છે. ખાસ કરીને સવારે, જો તમે તમારા દિવસની શરૂઆત સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓથી કરો છો, તો તમે માત્ર ઊર્જાવાન જ નહીં પરંતુ દિવસભર સ્વસ્થ પણ રહી શકો છો. તો જો તમે પણ વિચારી રહ્યા છો કે અમે જેની વાત કરી રહ્યા છીએ, તો અમે તમને જણાવી દઈએ કે કિસમિસ(raisin) એક એવું ડ્રાય ફ્રુટ છે જેને સવારે ખાવું સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું પડશે કે તમે તેને પલાળી ખાવી પડશે . આખી રાત કિસમિસ ને પલાળેલી રાખો અને બીજા દિવસે સવારે ખાલી પેટ તેનું સેવન કરો.

Join Our WhatsApp Community

1. સ્થૂળતા-

જો તમે વજન ઘટાડવા(weight loss) માંગો છો, તો સૂકી દ્રાક્ષ તમને મદદ કરી શકે છે. તમે ખાલી પેટે પલાળેલી કિસમિસનું સેવન કરીને વજન ઘટાડી શકો છો, કારણ કે તેમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળી આવે છે, જે ચરબીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

2. કબજિયાત-

વરસાદની મોસમમાં(monsoon season) ઘણા લોકો કબજિયાતની સમસ્યાથી પરેશાન થવા લાગે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો તમારે સવારે ખાલી પેટ સૂકી દ્રાક્ષ ખાવાનું શરૂ કરી દેવું જોઈએ. તેમાં ફાઈબર અને અન્ય ગુણો હોય છે જે કબજિયાતમાં રાહત આપે છે.

3. આંખો-

ખાલી પેટ સૂકી દ્રાક્ષનું સેવન આંખોના સ્વાસ્થ્ય (eye health)માટે સારું માનવામાં આવે છે. સૂકી દ્રાક્ષમાં વિટામિન એ, બીટા કેરોટીન અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે આંખોની સમસ્યાને દૂર કરી શકે છે.

4. રોગપ્રતિકારક શક્તિ-

દરરોજ સવારે ખાલી પેટ 4-5 પલાળેલી કિસમિસ ખાવાથી રોગપ્રતિકારક શક્તિને (immunity)મજબૂત બનાવી શકાય છે. ચોમાસામાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને ઘણી બીમારીઓ થી બચાવવામાં મદદ કરી શકે છે.

5. આયર્ન-

સૂકી દ્રાક્ષ માં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે જે એનિમિયાને (anemia)દૂર કરવામાં મદદ કરી શકે છે. તમારે ફક્ત તેને સવારે ખાલી પેટ અથવા રાત્રે દૂધમાં ઉકાળીને તેનું સેવન કરવાનું છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- શું છે આ રેઈનબો ડાયેટ- જાણો તેને બનાવવાની રીત અને તેનાથી થતા ફાયદા વિશે

 

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version