Site icon

સ્વાસ્થ્ય જાણકારી: ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડુ રાખવા કરો વરિયાળી ના શરબત નો ઉપયોગ; જાણો તેને બનાવવાની રીત વિશે

News Continuous Bureau | Mumbai

ઉનાળાની સીઝન (summer season)શરૂ થઈ ગઈ છે, આવી સ્થિતિમાં ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ઉનાળામાં પોતાને ઠંડુ રાખવા માટે આપણે ઠંડા પીણાનો (cold drinks)સહારો લઈએ છીએ. આપણે ઘણાં ઠંડા પીણાં પીતા હોઈએ છીએ જે આપણા શરીર માટે હાનિકારક છે. ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે આ બધું આપણા શરીર માટે બિલકુલ સારું નથી.આપણે શક્ય હોય ત્યાં સુધી આપણી નિયમિત દિનચર્યામાં કુદરતી અને ઘરેલુ પીણાંનો સમાવેશ કરવો જોઈએ. આજના અહેવાલમાં અમે તમને એક એવા ડ્રિંક વિશે જણાવીશું જે માત્ર હાઈડ્રેટ જ નહીં પરંતુ શરીરને ડિટોક્સીફાઈ (detoxify)પણ કરે છે અને વજન પણ (weight loss)ઘટાડે છે. આ વસ્તુ આપણા દરેક ના રસોડા માં હાજર હોય છે અને તે છે  વરિયાળી તો ચાલો જાણીએ તેના ફાયદા  વિશે 

Join Our WhatsApp Community

તમે ઘણીવાર જોયું હશે કે સામાન્ય રીતે લોકો વરિયાળીનો(fennel seeds) ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે કરતા હોય છે, પરંતુ ઉનાળાની ઋતુમાં વરિયાળી ચાવવાને (fennel seeds sharbat) ફાયદાકારક માનવામાં આવે છે, તેનું શરબત સ્વાસ્થ્ય માટે પણ એટલું જ સારું છે. તે તમને ગરમીથી બચાવે છે,તદુપરાંત તે શરીરને ઠંડક પણ આપે છે. વરિયાળીમાં ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટ (antioxidant)હોય છે જે તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે. જો ઉનાળામાં વરિયાળીનું શરબત (fennel seed sharbat) નિયમિતપણે પીવામાં આવે તો તેના દ્વારા વધતી ચરબીને ઓછી કરી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: શું તમે પણ કાકડી ખાધા પછી તેના પર પાણી પીઓ છો? તો થઇ જાઓ સાવધાન! થઇ શકે છે આવી સમસ્યાઓ

વરિયાળીનું શરબત બનાવવું એકદમ સરળ છે પરંતુ તમારે અગાઉથી થોડી તૈયારી કરવાની જરૂર છે.આ શરબત બનાવવા માટે તમારે જોઈશે ¼ કપ વરિયાળી, (fennel seeds) 1 ચમચી – સૂકી કાળી કિસમિસ (black kismis), 2 ચમચી – ખાંડ (sugar), 1 ચમચી – લીંબુનો રસ (lemon juice) (વૈકલ્પિક) અને 2 કપ – પાણી (water). સૌપ્રથમ વરિયાળીના દાણાને બારીક પીસી લો.પછી આ પીસેલા પાવડરને લગભગ 2 થી 3 કલાક પાણીમાં પલાળી રાખો. આ પછી કાળી કિસમિસ બે થી ત્રણ કલાક પાણીમાં પલાળી રાખો. પાઉડર સારી રીતે પલાળી જાય પછી ચાળણી ની મદદથી પાણીને ગાળી લો. કિસમિસને મિક્સરમાં પીસી લો અને તે જ બાઉલમાં સારી રીતે મિક્સ કરી ને ફેંટી લો. પછી બંનેને સારી રીતે મિક્સ કરો. આ પછી, બાઉલમાં ખાંડ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. જો તમે ઈચ્છો તો લીંબુ નો રસ પણ ઉમેરી શકો છો. લો તૈયાર છે વરિયાળી શરબત.

 

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version