Site icon

બ્યૂટી ટિપ્સ: ચહેરા ને ચમકદાર બનાવવા કરો મસ્ટર્ડ ( રાઈ ) ફેસ પેક નો ઉપયોગ,ત્વચાને મળશે આ જબરદસ્ત ફાયદા; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

સામાન્ય રીતે, લોકો તેમની ત્વચાની સંભાળ રાખવા માટે વિવિધ ઉપાયો અપનાવે છે, પરંતુ તેઓ તેમના પોતાના રસોડામાં નાની ગણાતી વસ્તુઓ પર ધ્યાન આપતા નથી. રાઈ (Mustard) આમાંથી એક છે. જેનું તેલ અને દાણા  બંને મહિલાઓ પોતાની રસોઈમાં વાપરે છે. પરંતુ વાસ્તવમાં તે તમારી ત્વચા માટે પણ એટલું જ ફાયદાકારક છે. તમે તેના દાણાને પીસી શકો છો અને તેનો ફેસ પેક(face pack) ત્વચા પર લગાવી શકો છો. તે તમારી ત્વચાને માત્ર એક જ નહીં, ઘણી રીતે ફાયદો કરે છે. રાઈ  ત્વચાને એક્સ્ફોલિએટ કરવા માટે એન્ટિ-એજિંગનું કામ કરે છે. તો આજે આ લેખમાં અમે તમને ત્વચા માટે રાઈ(Mustard) ના ફેસ પેકના કેટલાક ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ-

Join Our WhatsApp Community

1. તૈલી ત્વચા(oily skin) માટે ફાયદાકારક

તૈલી ત્વચા માટે ઉનાળાની (summer)ઋતુ ખૂબ જ પરેશાનીભરી હોય છે, કારણ કે આ ઋતુમાં જરૂર કરતાં વધુ તેલનો સ્ત્રાવ થાય છે. જેના કારણે માત્ર ત્વચા(skin) જ ચીકણી દેખાતી નથી, પરંતુ ત્વચાના છિદ્રો ભરાઈ જવાને કારણે ખીલસમસ્યા થાય છે. પરંતુ મસ્ટર્ડ ફેસ પેકને(mustard face pack) ત્વચા પર લગાવવાથી વધુ પડતા સીબમના ઉત્પાદનને નિયંત્રિત કરી શકાય છે.

2. એક સ્ક્રબ જેવું કામ કરે છે

જો રાઈ (mustard)ને થોડી પીસવામાં આવે તો તે એક ઉત્તમ સ્ક્રબનું (scrub)કામ કરે છે. તમે તેને મધ અને ચોખાના લોટ સાથે મિક્સ કરીને ફેસ સ્ક્રબ(face scrub) બનાવી શકો છો અને તેનો ઉપયોગ તમારી ત્વચાને એક્સ્ફોલિયેટ કરવા માટે કરી શકો છો.

3. વૃદ્ધત્વ વિરોધી તરીકે કામ કરે છે

રાઈ (mustard) ફેસ પેકનો ઉપયોગ કરવાનો એક ફાયદો એ છે કે તે તમારી વૃદ્ધત્વ પ્રક્રિયાને ધીમી કરે છે અને તમારી ત્વચાને વધુ મજબૂત બનાવે છે. જેના કારણે તમારી ત્વચા વધુ જુવાન દેખાય છે. વાસ્તવમાં, રાઈ ના દાણા કેરોટીન અને લ્યુટીનનો ઉત્તમ સ્ત્રોત તરીકે ઓળખાય છે, જે તમારી ત્વચાને ઝીણી રેખાઓ અને કરચલીઓથી બચાવવામાં મદદ કરે છે.

4. ત્વચાને વધુ ચમકદાર બનાવો

જો તમે તમારી ત્વચાને પ્રાકૃતિક રીતે વધુ ચમકદાર બનાવવા માંગો છો, તો તમે તમારી ત્વચા પર મસ્ટર્ડ ફેસ પેક (mustard face pack) લગાવી શકો છો. ખરેખર, રાઈ  તમારી ત્વચામાંથી ટેનિંગ (tening)અને પિગમેન્ટેશન ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે તમારી ત્વચા ન માત્ર વધુ ગ્લોઈંગ (glowing)બને છે, પરંતુ તે તમારી સ્કિન ટોનને પણ સરખી બનાવે છે.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: વાળમાં મહેંદી લગાવતી વખતે રાખો આ સાવધાની, તમારા વાળને થઇ શકે છે નુકસાન

Sangru Ram: ૭૫ વર્ષના વરરાજા, ૩૫ની દુલ્હન અને કોર્ટ મેરેજ… સુહાગરાતમાં જ બની એવી ઘટના કે ગામ માં મચ્યો હાહાકાર
IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Exit mobile version