Site icon

સ્વાસ્થ્ય જાણકારી- પગ નીચે ઓશીકું રાખીને સૂવાથી મળે છે આ ફાયદા- અનેક સમસ્યાઓ માં થશે રાહત

News Continuous Bureau | Mumbai

તમે ઘણીવાર ગર્ભવતી મહિલાઓને (pregnant)પગ નીચે ઓશીકું રાખીને સૂતી જોઈ હશે. માત્ર વૃદ્ધો જ નહીં, ડોકટરો પણ ઘણીવાર ગર્ભવતી મહિલાઓને આવું કરવાની સલાહ આપે છે. આવું એટલા માટે કરવામાં આવે છે જેથી પગમાં સોજો ન આવે અને દુખાવો પણ દૂર થઈ શકે. પરંતુ શું તમે જાણો છો કે આ ટ્રિક સામાન્ય રીતે દરેક માટે કામ આવે છે. જો તમે સૂતી વખતે તમારા પગ નીચે ઓશીકું રાખીને સૂશો તો તમને પણ રાહત મળશે. આ સાથે કમર અને પગના દુખાવામાં પણ રાહત મળશે. તો ચાલો જાણીયે પગની નીચે ઓશીકું રાખીને સુવાના ફાયદા વિશે.

Join Our WhatsApp Community

1. પીઠનો દુખાવો દૂર કરે છે

લાંબા સમય સુધી એક જ ડેસ્ક(desk) પર સતત કામ કરવાથી કમર અને હિપમાં દુખાવાની ફરિયાદ થાય છે. તેમજ કેટલીકવાર આ સમસ્યાને કારણે શરીર થાકેલું રહે છે. આવી સ્થિતિમાં રાત્રે સૂતી વખતે તમારા પગ નીચે ઓશીકું રાખો, આનાથી તમે થોડીવારમાં આરામદાયક અનુભવ કરશો. આમ કરવાથી માંસપેશીઓ પરનું દબાણ ઓછું થાય છે અને આરામ(relax) મળે છે.

2. પગનો સોજો ઓછો કરવામાં મદદરૂપ

જો તમારા પગમાં કોઈ કારણસર સોજો આવી ગયો હોય તો પગ ની નીચે ઓશીકું રાખી ને સૂવાથી તમને ઘણી રાહત મળશે. થાકને કારણે ઘણીવાર પગમાં સોજો આવે છે, ખાસ કરીને જો આપણું વજન વધારે(heavy weight) હોય, તો વેરીકોઝ વેઇન્સ અથવા સ્નાયુઓને કારણે સોજો આવવાની સમસ્યા હોય છે. આ પદ્ધતિથી આ તમામ પ્રકારના  સોજા થી છુટકારો મળે છે. તે પગની જાળવણી ઘટાડીને સોજો દૂર કરે છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- આ કારણોથી ચા પીધા પછી થાય છે ગેસ તેમજ પેટ ફૂલવાની સમસ્યા-આનાથી બચવા આ રીતે કરો ચા નું સેવન

3. રક્ત પરિભ્રમણ યોગ્ય બનાવે છે

જો તમારા શરીરમાં રક્ત પરિભ્રમણ(blood circulation) બરાબર નથી, તો રાત્રે પગમાં તીવ્ર બળતરા અને દુખાવો થઈ શકે છે. આવી સ્થિતિમાં પગ નીચે ઓશીકું રાખીને સૂવાથી તમને સારું લાગે છે. કારણ કે તે તમારા રક્ત પરિભ્રમણને ઠીક કરશે. તે બળતરા અને દુખાવામાં પણ કામ કરશે.

4. સાયટીકાનો દુખાવો પણ ઓછો કરે છે

સાયટીકા(cytika) એક જાડી ચેતા છે જે આપણા પગના પાછળના ભાગમાંથી પસાર થાય છે. જેમાં ક્યારેક કોઈ કારણસર ખૂબ દુખાવો થવા લાગે છે. આ દુખાવાના કારણે ઉઠવા, બેસવામાં અને સૂવામાં તકલીફ થાય છે. આવી સ્થિતિમાં જો તમે પગ નીચે ઓશીકું રાખીને સૂઈ જાઓ તો પીડામાં ઘણી રાહત મળે છે.

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version