Site icon

બ્યૂટી ટિપ્સ- ત્વચાથી લઈને વાળ સુધી વિટામિન E કેપ્સ્યુલના છે અદ્ભુત ફાયદા-જાણો તેના અન્ય લાભ વિશે

benefits of Vitamin E capsules for healthier skin and hair

benefits of Vitamin E capsules for healthier skin and hair

News Continuous Bureau | Mumbai

વિટામિન E કેપ્સ્યુલ્સનો ઉપયોગ વાળ, ત્વચા અને ચહેરા માટે ઘણા ફાયદાઓ પ્રદાન કરે છે. વિટામિન E ત્વચા અને વાળની ​​સંભાળ(hair care) માટે ખૂબ જ ફાયદાકારક છે. વિટામિન ઇ કેપ્સ્યુલ્સમાં એન્ટી-ઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે સ્વસ્થ ત્વચા અને વાળને જાળવવામાં મદદ કરે છે. કોઈપણ મેડિકલ શોપમાં વિટામિન ઈ (vitamin E)કેપ્સ્યુલ સરળતાથી મળી જાય છે. વિટામીન E કેપ્સ્યુલમાંથી કાઢેલું તેલ ત્વચા, ચહેરા અને વાળ પર લગાવવાથી ઘણા ફાયદા થાય છે. તેના ઉપયોગથી ચહેરા પર ચમક આવે છે અને વાળ મજબૂત થાય છે. તેમજ હોઠ પર તેનો ઉપયોગ કરવાથી હોઠ મુલાયમ અને ચમકદાર બને છે. તો ચાલો જાણીએ વિટામીન E કેપ્સ્યુલના ઉપયોગથી થતા ફાયદાઓ વિશે.

Join Our WhatsApp Community

1. ચહેરા માટે ફાયદાકારક

ચહેરા માટે વિટામિન ઇ કેપ્સ્યુલનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વિટામિન E કેપ્સ્યુલનું તેલ(oil) રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવવાથી ઘણો ફાયદો થાય છે. તેનાથી ચહેરા પર ઈન્સ્ટન્ટ ગ્લો આવે છે. ઉપરાંત, વિટામિન ઇ કેપ્સ્યુલ્સનો ઉપયોગ ચહેરાના સીરમ (face sirum)તરીકે કરી શકાય છે.

2. હોઠ માટે ફાયદાકારક

હોઠ માટે વિટામીન E કેપ્સ્યુલનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સૂતા પહેલા બદામના તેલમાં(almond oil) વિટામિન E કેપ્સ્યુલનું તેલ મિક્સ કરીને હોઠ પર લગાવો. આમ કરવાથી તે થોડા જ દિવસોમાં ખૂબ જ નરમ અને ચમકદાર બની જાય છે.

3. વાળ માટે ફાયદાકારક

વાળને સ્વસ્થ રાખવા માટે વિટામીન E કેપ્સ્યુલ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વિટામિન ઇ કેપ્સ્યુલ વાળને જાડા, લાંબા, મજબૂત અને ચમકદાર (shiny hair)બનાવવામાં મદદ કરે છે. આ માટે તમે તમારા વાળના તેલમાં વિટામિન Eની કેપ્સ્યૂલ મિક્સ કરીને વાળમાં લગાવી શકો છો. વાળ ધોવાના એકથી બે દિવસ પહેલા વિટામિન ઈની કેપ્સ્યુલ સાથે તેલ લગાવો. આમ કરવાથી તમને ડ્રાય હેર, સ્પ્લિટ એન્ડ્સ અને વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મળશે.

4. ડાર્ક સર્કલ દૂર કરવામાં ફાયદાકારક

ડાર્ક સર્કલ(dark circle) દૂર કરવા માટે વિટામિન E કેપ્સ્યુલનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આંખોની નીચેના ડાર્ક સર્કલ દૂર કરવા માટે બદામના તેલમાં વિટામીન E ઓઈલ મિક્સ કરીને ડાર્ક સર્કલ પર લગાવો અને આખી રાત રહેવા દો. આમ કરવાથી તેની અસર જલ્દી જ જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો: બ્યૂટી ટિપ્સ- હોઠ પરની કાળાશ દૂર કરવા માટે અજમાવી જુઓ આ ઘરેલુ ઉપાય- મળશે ગુલાબી નરમ હોઠ

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version