Site icon

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૫૦

Bhagavat : પરમ પૂજ્ય ભાગવત પરમહંસ શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રીમદ્ ભાગવતપ્રકાશ

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 250

Bhagavat Purpose of Bhagavat and its mahatmya. – Part – 250

પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે

Bhagavatરાજા દશરથ ( Dasharatha ) અયોધ્યામાં રાજ કરતા હતા. પૂર્વજન્મમાં તેઓ બ્રાહ્મણ હતા. ગામ બહાર રણછોડરાયનું મંદીર. રોજ એક હજાર તુલસીદળ તેઓ ભગવાનને અર્પણ કરતા. વૃદ્ધ થયા છે. ૮૫ વર્ષની ઉંમર થઇ છે. એક વખત તાવ આવ્યો. બ્રાહ્મણ તાવને કહે હું મારા ઠાકોરજીની ( Thakorji ) સેવા કરી આવું, પછી તું આવજે. તાવનું દુ:ખ ભોગવવા તૈયાર છું, પણ મારી સેવાનો ક્રમ ન તૂટે. સંકલ્પ કર્યો તે જ ક્ષણે તાવ ઊતરી ગયો. રણછોડરાયના ( Ranchhodrayana )  મંદિરમાં તુલસીદળ અર્પણ કરવા આવ્યા. ત્યાં કોઇનો રડવાનો અવાજ સાંભળ્યો. જોયું તો એક પિશાચીની રડતી હતી. પિશાચીનીએ કહ્યું, પૂર્વજન્મમાં મેં બહુ દુરાચાર કર્યો, મારા ધણીને ત્રાસ આપ્યો. તેથી હું પિશાચ યોનિમાં આવી છું. હવે આપ મારો ઉદ્ધાર કરો. બ્રાહ્મણને દયા આવી. બ્રાહ્મણે રોજના નિયમ પ્રમાણે વિષ્ણુસહસ્ર પાઠ કરી તુલસીદલ અર્પણ કર્યાં અને પ્રાર્થના કરી-હે પ્રભુ, આ પાપી જીવ દુ:ખ ભોગવે છે. આ પાપી જીવનો ઉદ્ધાર કરો. હું મારું સર્વ પુણ્ય તે માટે કૃષ્ણાર્પણ કરું છું. પ્રભુ પ્રસન્ન થયા. ભગવાને કહ્યું:-બીજા જન્મમાં તું દશરથ થઇશ. પિશાચિની કૌશલ્યા ( Kaushalya ) થશે. હું તારે ત્યાં પુત્રરૂપે આવીશ. તમારું પુણ્ય તમે એક જીવના ઉદ્ધાર માટે વાપર્યું છે તેથી તે અનંતગણું થયું છે.

Join Our WhatsApp Community

બ્રાહ્મણે ( Brahmin ) ત્યાં જ શરીર ત્યાગ કર્યો. તે બીજા જન્મમાં દશરથ થયા. તેમને ત્રણ રાણીઓ હતી. કૌશલ્યા, સુમિત્રા અને
કૈકેયી. કૌશલ્યા ધર્મપત્ની છે. સુમિત્રા, કૈકેયી ભોગ પત્નીઓ હતી. છતાં કાંઈ સંતતિ ન હતી. દશરથ વશિષ્ઠ પાસે ગયા. વશિષ્ઠે
કહ્યું:- તમે પુત્રકામેષ્ટિ યજ્ઞ કરો. તમારે ત્યાં ચાર પુત્રો થશે. યજ્ઞ કર્યો. અગ્નિદેવ ખીર લઈને યજ્ઞકુંડમાંથી બહાર આવ્યા ને
બોલ્યા આ પ્રસાદ તમારી રાણીઓને ખવડાવજો. આપને ત્યાં દિવ્ય બાળકો થશે. વશિષ્ઠે આજ્ઞા કરી, કૌશલ્યા ધર્મપત્નીને
પ્રસાદનો અર્ધો ભાગ આપજે, પછી જે પ્રસાદ રહે, તેના બે ભાગ કરી કૈકયી-સુમિત્રાને આપજે. દશરથે અર્ધો ભાગ કૌશલ્યાને
આપ્યો, પછી જે પ્રસાદ રહ્યો તેના બે ભાગ કરી ( Kaikai ) કૈકયી-સુમિત્રાને આપ્યા. તુલસીદાસ મહારાજે રામચરિત માનસમાં કૈકયીનો ખૂબ બચાવ કર્યોં છે. પણ એકનાથ મહારાજે તેને જન્મથી કર્કશા ચિતરી છે. કર્કશા વાણીથી પતિદેવનું અપમાન કરે તે કૈકેયી. કૈકેયીએ
દશરથનું અપમાન કર્યું. મને પ્રસાદ કેમ છેલ્લો આપ્યો? આકાશમાં ફરતી સમડી ત્યાં આવી. સમડી પ્રસાદ ઉપાડી ગઈ. અંજની
દેવી તપશ્ચર્યા કરતાં હતાં, ત્યાં સમડી આવી. અંજની માના હાથમાં પ્રસાદ આપ્યો. અંજની પ્રસાદ આરોગી ગયાં. આથી તેને ત્યાં
હનુમાનજીનું પ્રાગટય થયું. હનુમાનજી પહેલા આવે છે.તે પછી કૈકેયીને પશ્ચાત્તાપ થયો. હું પ્રસાદ વગર રહી. કૌશલ્યાએ પોતાના
ભાગમાંથી થોડો પ્રસાદ આપ્યો. સુમિત્રાએ પણ થોડો ભાગ આપ્યો. ત્રણે રાણીઓ પ્રસાદ ગ્રહણ કરે છે.

તમારું ઘર તમે અયોધ્યા જેવું બનાવો. જ્યાં યુદ્ધ ન થાય એ અયોધ્યા. શરીર પણ અયોધ્યા થઈ શકે, જો તે સરયૂના
કિનારે રહે-ભક્તિના કિનારે રહે. ભક્તિના કિનારે રહેશો, તો તમારું શરીર અયોધ્યા બનશે.

અયોધ્યા ( Ayodhya ) એટલે કલહ વિનાની કાયા. શરીર એ અયોધ્યા છે. તમારા શરીરને અયોધ્યા બનાવજો, પણ તે અયોધ્યા કયારે
બને કે જો તે સરયૂના-ભક્તિના કિનારે રહે. અને આવી નગરીમાં રહેલો જીવાત્મા, પછી દશરથ બને છે-જિતેન્દ્રિય બને છે.
માનવ જીવન ક્ષણભંગુર છે, એમ માની મનુષ્ય નિરપેક્ષતા ધારણ કરે, નમ્ર બને. તમારા ઇન્દ્રિયોરૂપી ઘોડાઓને કાબૂમાં રાખી, તમારા શરીરરૂપી રથ સીધો ચાલે તો પછી રામજી પધારે. તમારી ઇન્દ્રિયોને કાબૂમાં રાખો, જિતેન્દ્રિય બનો.

Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૪૯

ઈશ્વરની સલાહ લેજો. મણિરામની સલાહ લેશો નહિ. મન દગાખોર છે.
દશે ઇન્દ્રિયોરૂપી ઘોડાઓને કાબૂમાં રાખી, જેનો શરીરરૂપી રથ રામજી તરફ જાય, પ્રભુ તરફ જાય તે દશરથ. આવા
દશરથને ત્યાં ભગવાન પુત્રરૂપે આવે છે. દશમુખ રાવણ કે જે ત્યાં, વિષયોને હદ ઉપરાંત ભોગવે છે, તેને ત્યાં ભગવાન કાળરૂપે
આવે છે.

દશરથ એ જીવાત્મા છે. દશ ઈન્દ્રિયોને જીતી જે જિતેન્દ્રિય બને છે તે દશરથ.

સર્વને રાજી કરે તેને ત્યાં સર્વેશ્વર આવે છે. દશરથ બધી રાણીઓની શી ઇચ્છા છે તે પૂછે છે. સુમિત્રા કહે છે, મારે અલગ
રહેવું નથી. મારે કૌશલ્યાની સેવામાં રહેવું છે. દશરથને થયું, આનો પુત્ર મહાજ્ઞાની થશે.

કૌશલ્યા તો જયારથી રામજી પેટમાં આવ્યા ત્યારથી ઇશ્ર્વરનું ધ્યાન કરે છે. સહજ સુમરિન હોત હૈ. કૌશલ્યાના
રોમરોમથી પરમાત્માના મંગલમય નામનો જપ થતો હતો.

દશરથે પૂછ્યું:-મહારાણી, તમારી શી ઇચ્છા છે?

કૌશલ્યા બોલ્યાં:-ઈચ્છા જ દુ:ખનું કારણ છે. મારે કોઈ સુખ ભોગવવું નથી. હું તો આનંદરૂપ છું. મને એકલાં ધ્યાન
કરવા દો.

દશરથજીએ વસિષ્ઠને કહ્યું:-ગુરુજી, આ તો આવું બોલે છે.
વસિષ્ઠ કહે છે:- શુભ ચિન્હ છે.

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version