Site icon

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પર ગુસ્સે ભરાયા ઇલોન મસ્ક, સોશિયલ મીડિયા પર આ વાત કહી… જાણો શું છે સમગ્ર મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,29 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

શનિવાર 

અમેરિકન અબજોપતિ એલન મસ્કે અમેરિકન પ્રમુખ જો બાઇડનની સખત ટીકા કરી છે. અમેરિકામાં ઇલેક્ટ્રિક વાહનોના ભવિષ્ય વિશે વાત કરતી વખતે જો બાઇડન વિશ્વભરમાં ઇલેક્ટ્રિક ગાડીઓ બનાવતી સૌથી મોટી અમેરિકન કંપની ટેસ્લાનું નામ લેવાનું ભૂલી ગયા હતા, જે પછી એલન મસ્કે આ ટિપ્પણી કરી હતી. બાઇડનની ટ્‌વીટર પોસ્ટમાં અન્ય ઇલેક્ટ્રિક વાહન બનાવતી કંપનીઓ સાથે ટેસ્લાનો ઉલ્લેખ ન કરવા બદલ એલન મસ્ક ગુસ્સે થયા હતા. 

જો બાઇડને ટ્‌વીટર પોસ્ટમાં કહ્યું, ‘GM અને Ford જેવી કંપનીઓ હવે અમેરિકામાં પહેલા કરતાં વધુ ઇલેક્ટ્રિક વાહનો બનાવી રહી છે.’ અમેરિકામાં ભાવિ ઇલેક્ટ્રિક વાહનો પર બાઇડનની ટ્‌વીટર પોસ્ટનો જવાબ આપતા, એલન મસ્કે તમામ કેપ્સમાં “TESLA” નું નામ લખ્યું. અન્ય ટ્‌વીટમાં, તેણે કહ્યું, ‘બાઇડન માણસના સ્વરૂપમાં એક ભીની કઠપૂતળી જેવા છે.’ સાથે જ એલન મસ્કે એમ પણ કહ્યું હતું કે ‘બાઇડન અમેરિકાની જનતા સાથે મૂર્ખાઓ જેવો વ્યવહાર કરી રહ્યા છે.’

મલાડ બાદ હવે વરલીના મેદાનને લઈને ભાજપ-શિવસેના વચ્ચે બબાલઃ ભાજપની ગાંધીગીરી આંદોલનની ચીમકી; જાણો વિગત

અમેરિકન રાષ્ટ્રપતિએ આ સપ્તાહની શરૂઆતમાં એલન મસ્કની હરીફ કાર કંપનીઓ જનરલ મોટર્સ અને ફોર્ડ મોટરના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી, એ પછી એલન મસ્કની આ ટ્‌વીટ આવી હતી. જો બાઇડને જનરલ મોટર્સ અને ફોર્ડના CEOsને અન્ય બિઝનેસ લીડર્સ સાથે તેમના વહીવટીતંત્રના બિલ્ડ બેક બેટર કાયદા અંગે ચર્ચા કરવા માટે વ્હાઇટ હાઉસમાં આમંત્રિત કર્યા હતા. આ પછી એલન મસ્કે જો બાઇડન પર આ કોમેન્ટ કરી હતી.  

રસપ્રદ વાત એ છે કે, બાઇડને ગયા વર્ષે આ કંપનીઓના એક્ઝિક્યુટિવ્સને આમંત્રણ આપ્યું હતું જ્યારે ૨૦૩૦ સુધીમાં અમેરિકામાં ઇલેક્ટ્રિક ગાડીઓ વેચવાના લક્ષ્ય પર એક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જાે કે, બાઇડન તંત્રની ટીકા કરનાર મસ્કને સૂચિમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. એક અહેવાલ અનુસાર, સપ્ટેમ્બરમાં, ટેસ્લાના સીઇઓએ કહ્યું હતું કે બાઇડન તંત્ર ‘થોડું પક્ષપાતી’ હોવાનું અને યુનિયનો દ્વારા ‘નિયંત્રિત’ હોવાનું જણાય છે.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version