Site icon

ગજબનો કિસ્સો! આ નગરપાલિકાએ ઠરાવ મૂક્યો કે કિરીટ સોમૈયા તેમની હદમાં આજીવન ન આવી શકે; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 24, સપ્ટેમ્બર  2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

સામાન્ય રીતે મહાનગરપાલિકા અને પાલિકાઓમાં વિકાસલક્ષી ઠરાવો રજૂ કરવામાં આવતા હોય છે,ત્યારે મહારાષ્ટ્રના કાગલ તાલુકાની એક  નગરપાલિકામાં માન્યામાં ન આવે એવો ઠરાવ લાવવામાં આવ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને મહાવિકાસ આઘાડીના ગ્રામવિકાસ મંત્રી હસન મુશ્રીફના સામે  કૌભાંડના આરોપ કરનારા ભાજપના નેતા કિરીટ સોમૈયા પર કાગલ તાલુકામાં પ્રવેશ કરવા પર આજીવન  પ્રતિબંધ મૂકવાનો ઠરાવ કાગલ તાલુકાની મુરગૂડ નગરપાલિકાએ કરતા આશ્ચર્ય ફેલાયું છે.

હસન મુશ્રીફ સામે સાકર કારખાનામાં 127 કરોડ રૂપિયાના કોભાંડનો આરોપ કિરીટ સોમૈયાએ કર્યો છે. આ કૌભાંડના પુરાવા એકત્ર કરવા માટે સોમૈયા કોલ્હાપુર જવાના હતા. તેની સામે ભારે વિરોધ થયો હતો. તો કોલ્હાપુરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કોલ્હાપુરના કલેકટરને તેમને કોલ્હાપુરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો. આ દરમિયાન કિરીટ સોમૈયાને અધવચ્ચેથી પાછા ફરવું પડયું હતું. મુંબઈ પાછા ફર્યા બાદ કિરીટ સોમૈયાએ 28 સપ્ટેમ્બરના તેઓ ફરી કોલ્હાપુર જશે  એવી જાહેરાત કરી છે.

લોકઅદાલતની તમ્બી એવી વાગી કે કાયદા તોડનારા વાહનચાલકો સીધા લાઇન પર આવી ગયા, માત્ર દસ દિવસમાં આટલા કરોડનો દંડ વસૂલાયો

સોમૈયાની આ જાહેરાત બાદ  મુરગૂડ નગરપાલિકા તેમના પ્રવેશ પર આજીવન પ્રતિબંધ મૂકતો ઠરાવ લાવી છે. તો કોલ્હાપુર આવીને શાંતિ અને સુવ્યવસ્થા સામે સમસ્યા ઊભી કરી તો મુંબઈના તેમના ઘર પર મોરચો કાઢવાની કોલ્હાપુર શહેર અને જિલ્લા કૃતિ સમિતિએ ચીમકી આપી છે.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version