Site icon

આકાશમાં જોવાં મળશે રોમાંચક ઘટના.. જાણો શુ છે બ્લુ મૂન અને ક્યારે જોવા મળશે…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

27 ઓક્ટોબર 2020

આ વર્ષના ઓક્ટોબર મહિનાના સમાપનમાં 31મી ઓક્ટોબર શનિવારે બીજી વાર આકાશમાં દુર્લભ ખગોળીય ઘટના બનશે. આ ઘટના ચંદ્ર સાથે જોડાયેલી છે. આમ તો ચંદ્ર સુંદર જ હોય છે, પરંતુ આ દિવસે તેની સુંદરતા અનેક ગણી વઘી જશે. તેનું કારણ છે કે આ દિવસે ચંદ્ર વાદળી રંગનો થઇ જશે. વૈજ્ઞાનિક ભાષામાં તેને ‘બ્લૂ મૂન’ તરીકે ઓળખવામાં આવે છે. આ ખગોળીય ઘટના ‘બ્લૂ મૂન’ને દક્ષિણ અમેરિકા, ભારત, યુરોપ સહિત આખા વિશ્વમાં જોઇ શકાશે.

31 ઓક્ટોબર શનિવારના દિવસે આ દુર્લભ અને અદ્ભુત નજારો જોવા મળશે. ખગોળશાસ્ત્રીના જણાવ્યા અનુસાર ‘ફૂલ મૂન’ની ઘટના 29 દિવસના અંતરે થાય છે. જ્યારે એક મહિનામાં 30 અથવા 31 દિવસ હોય છે. જેથી દર અઢી કે ત્રણ વર્ષે એક મહિનામાં બે વખત ફૂલ મૂનની ઘટના બને છે. આખી દુનિયામાં અલગ અલગ સમયે આ ઘટના બને છે. આ દિવસે ચંદ્રનો આકાર અને પ્રકાશ પણ વધારે હોય છે. ત્યારે બ્લૂ મૂનનો અર્થ એવો નથી કે ચંદ્ર સંપૂર્ણ રીતે વાદળી રંગનો થઇ જશે. બ્લૂ મૂન એ આખી ઘટનાનું નામ છે. જ્યારે એક મહિનાની અંદર બે વખત ફૂલ મૂન એટલે કે પૂનમનો યોગ બને છે, ત્યારે તે ઘટનાને બ્લૂ મૂન તરીક ઓળખવામાં આવે છે.  સામાન્ય રીતે એક વર્ષની અંદર 12 પૂનમ હોય છે જ્યારે કે આ વર્ષે 13 પૂનમ છે.

મુંબઈ સ્થિત નહેરુ પ્લેનેટોરિયમના નિર્દેશકએ જણાવ્યું હતું કે જ્યારે એક જ મહિનામાં બે પૂર્ણ ચંદ્ર થાય છે તો બીજા પૂર્ણ ચંદ્રને બ્લુ મૂન કહે છે. બ્લુ નામનું પ્રચલન 1946થી શરુ થયું હતું. બ્લુ મૂન 14 ટકા મોટો અને તેની ચમક વધુ હશે.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version