Site icon

બિહારના બક્સરમાં ગંગા કિનારે મૃતદેહનો ઢગલો થઈ રહ્યો છે

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે ૨૦૨૧
મંગળવાર
કોરોનાના બેકાબૂ થતા સંક્રમણ બિહારના બક્સરમાંથી એક હેરાનકરનાર કિસ્સો સામે આવ્યો છે. સોમવારે અહીંના ચરિત્રવન સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે જગ્યા વધી ન હતી. તેથી મૃતદેહને ગંગા નદીમાં વહાવવામાં આવ્યા હતા. હવે સંખ્યાબંધ મૃતદેહ કિનારા પર જ સડી રહ્યાં છે. છેલ્લાં એકથી દોઢ મહિનામાં મૃત્યુઆંક ખૂબ જ વધી ગયો હતો. મૃત્ય પામનાર બધા જ વ્યક્તિઓ તાવ અને ખાસીથી પીડાય રહ્યા હતા.
ચરિત્રવન અને ચૌસા સ્મશાન ઘાટ પર દિવસ-રાત અગ્નિસંસ્કાર થઈ રહ્યાં છે અને કાબ્રસ્થાનોમાં પણ ભીડ વધી છે. પહેલાં ચૌસા સ્મશાન ઘાટ પર રોજ બેથી પાંચ અગ્નિસંસ્કાર થતા હતા, તે આંકડો હવે ૪૦થી ૫૦નો થઈ ગયો છે. આ આંકડો ૯૦ સુધી પહોચ્યો છે. રવિવારે બક્સરમાં ૭૬ મૃતદેહ સરકારી આંકડાઓમાં નોંધાયા હતા, પરંતુ ૧૦૦થી વધુ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. ચૌસામાં પણ ૧૬ મૃતદેહને નદીમાં પધરાવવામાં આવ્યા હતા.

મીરા-ભાઈંદરમાં ડેપ્યુટી મેયરે કોરોનાના દર્દીઓની સહાય માટે આપ્યા ૩૦ લાખ રૂપિયા; જાણો વિગત…
ઉલ્લેખનીય છે કે ચૌસા સીઓ નવલકાંતે જણાવ્યું કે તેમણે એસડીઓના આદેશ પર રવિવારે સ્મશાનની મુલાકત લીધી હતી. રાત્રે અગ્નિ સંસ્કાર કરવામાં મુશ્કેલી ન થાય તે માટે જનરેટર અને  લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. ગંદકીને સાફ કરવા માટે બે લોકોને રાખવામાં આવ્યા છે. ઉપરાંત બે ચોકીદાર અને એક સલાહકારની પણ નીમવામાં આવ્યા છે. તે અગ્નિસંસ્કાર કરનારની વિગતો પણ નોંધી રહ્યાં છે.

Join Our WhatsApp Community
Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version