Site icon News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ફિલ્મ અભિનેતા પરેશ રાવલના નાના ભાઈના જુગારધામ પર પોલીસ રેડ, 20 જુગારી ઝડપાયા…જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

અમદાવાદ

Join Our WhatsApp Channel

23 જુલાઈ 2020

વૈશ્વિક મહામારી કોરોનાના કહેર વચ્ચે સુરતમાં ચાલતા મોટા જુગારધામ ઉપર પોલીસ ત્રાટક્યાની ઘટના બાદ મહેસાણાના વિસનગરમાં પણ મોટું હાઈપ્રોફાઈલ જુગારધામ ઉપર પોલીસ ત્રાટકી હતી. મહત્વની બાબત એ છે કે આ જુગારધામના મુખ્ય સંચાલક બોલિવૂડ ફિલ્મ અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલના નાનાભાઈ હોવાનું ખુલતા ખરભળાટ મચી ગયો હતો. ગુજરાત પોલીસે પરેશ રાવલના ભાઈ હિમાંશુ રાવલને અમદાવાદના જુગારધામમાંથી ધરપકડ કરી છે. પોલીસની આ કાર્યવાહીમાં હિમાંશુની સાથે અન્ય 19 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી રાવલના વધુ એક સંબંધી કિર્તી રાવલની પણ પોલીસે ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, સ્થાનિક ક્રાઇમ બ્રાંચે શહેરના ક્રિષ્ના સિનેમા નજીક આવેલા મથુરાદાસ ક્લબ પર દરોડો પાડ્યો હતો અને 1,94,103 રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. નોંધપત્ર વાત છે કે  જુગારધામના મુખ્ય સંચાલકનું નામ હિમાંશુ રાવલ અને કિર્તીકુમાર રાવલ છે. જેમાંથી હિંમાશુ રાવલએ પરેશ રાવલના નાના ભાઈ છે જ્યારે કિર્તીકુમાર આ ક્લબના ટ્રસ્ટી હોવાની માહિતી પણ બહાર આવી છે.

પોલીસે સોમવારે રાત્રે લગભગ 1.30 વાગ્યે જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે છેલ્લા ઘણા દિવસોથી અહીં જુગાર રમાતો હતો. હિમાંશુ રાવલ મુંબઇમાં રહે છે પરંતુ લોકડાઉન દરમિયાન વિસનગર આવ્યો હતો. આ ક્લબમાં આસપાસના જિલ્લાના ઘણા લોકો જુગાર રમવા આવતા હતા…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2OOngkt  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version