Site icon

શું તમે પણ VIP મોબાઈલ નંબરના શોખીન છો- આ કંપની આપી રહી છે મફતમાં- અહીં જાણો કેવી રીતે મેળવી શકશો

News Continuous Bureau | Mumbai 

ઘણા લોકોની એવી ઈચ્છા હોય છે કે તેમનો મોબાઈલ નંબર, યુનિક(Uniq number) અને બીજાને આકર્ષે તેવો હોય. જેને VIP મોબાઈલ નંબર(Mobile number) કહેવામાં આવે છે. આ VIP મોબાઈલ નંબર અન્ય નંબરો જેવો જ હોય છે જે યાદ રાખવામાં સરળ હોય છે. જો કે, આ VIP બજારમાં સરળતાથી ઉપલબ્ધ હોતા નથી. આ માટે હરાજી(auction) યોજવામાં આવે છે અથવા તે યુનિક નંબર માટે મોટી કિંમત ચૂકવવી પડે છે. જોકે, કેટલીક ટેલીકોમ કંપની(Telecom company)ઓ વધુમાં વધુ ગ્રાહકોનો પોતાના તરફ આકર્ષવા માટે વીઆઈપી નંબર મફતમાં આપે છે. આ સિવાય વર્ચ્યુઅલ VIP મોબાઈલ નંબર પણ ઓનલાઈન ખરીદી શકાય છે. ઘણી વેબસાઇટ્સ વર્ચ્યુઅલ VIP મોબાઇલ નંબર વેચે છે. જો કે, તેઓ તેના માટે ચાર્જ પણ લે છે.

Join Our WhatsApp Community

સરકારી માલિકીની કંપની BSNL પણ પ્રીમિયમ નંબર ઉપલબ્ધ કરાવી રહી છે. જોકે આ માટે તમારે હરાજી(Auction)માં ભાગ લેવો પડશે. આ પછી તમારે પહેલા વેબસાઈટ eauction.bsnl.co.in પર જવું પડશે. ત્યારબાદ તમારે તેના પર નોંધણી કરાવવાની રહેશે. કંપનીની વેબસાઈટ પર ઘણા ફેન્સી અને પ્રીમિયમ મોબાઈલ નંબરો(Primium mobile number)ની યાદી ઉપલબ્ધ છે. જેમાંથી તમે કોઈપણ ફેન્સી નંબર પસંદ કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો :  સોનાના દાગીના આંચકી ભાગી જનારો ચોરટો પકડાયો- બોરીવલી એમ એચ બી પોલીસની ઉલ્લેખનીય કામગીરી-જાણો વિગત

તમે અત્યારે ફ્રી ફેન્સી નંબર પણ ખરીદી શકો છો. આ સુવિધા ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા(Vodaphone idea) દ્વારા આપવામાં આવી રહી છે. આ માટે તમારે પહેલા https://www.myvi.in વેબસાઇટ પર જવું પડશે. તે પછી તમારે ઉપર આપેલા વિકલ્પોમાંથી ન્યૂ કનેક્શન વિકલ્પ પસંદ કરવો પડશે.

આ પછી તમને ઘણા વિકલ્પો જોવા મળશે. જેમાં તમારે ફેન્સી નંબરનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. પછી તમે તમારી જરૂરિયાત અનુસાર પોસ્ટપેડ અથવા પ્રીપેડ નંબર પસંદ કરી શકો છો. તે પછી તમારે તમારા વિસ્તારનો કોડ આપવાનો રહેશે. પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારે તમારો સક્રિય મોબાઈલ નંબર પણ આપવો પડશે, ત્યારબાદ કંપની ફેન્સી નંબર તમારા ઘરે પહોંચાડશે. તમે આ નંબરનો ઉપયોગ તમારા સામાન્ય નંબર તરીકે કરી શકો છો.

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version