Site icon

લ્‍યો બોલો-એક આખલાએ પેસેન્જર ટ્રેનમાં કરી મુસાફરી કરી-જુઓ વિડીયો-જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

તમે ટ્રેનમાં(Train) ઘાસ, દૂધ, સામાન જેવી વસ્તુઓ લઈ જતા તો જોયું હશે, પરંતુ શું તમે ક્યારેય આખલાને(Bull) ટ્રેનની સવારી કરતા જોયો છે? જો નહીં તો હવે આ વીડિયોમાં જોઈ લો.

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ ઝારખંડના(Jharkhand) સાહિબગંજથી(Sahibganj) બિહારની(Bihar) વચ્ચે ચાલતી ઈએમયુ પેસેન્જર ટ્રેનમાં(EMU passenger train) એક આખલો મુસાફરી કરતા જોવા મળી રહ્યો છે. યાત્રીઓનું કહેવું છે કે મિર્ઝા ચોકી રેલવે સ્ટેશન(Mirza Chowki Railway Station) પર ૧૦-૧૨ લોકોએ આખલાને પેસેન્જર ટ્રેનમાં(passenger train) ચડાવી દીધો અને લોકોને કહ્યું કે તેને સાહિબગંજમાં નીચે ઉતારી દેજો. 

આ લોકોએ તેને ટ્રેનની સીટ સાથે બાંધી દીધો અને ચાલ્યા ગયા. આ પછી કેટલાક મુસાફરો કોચ છોડીને બીજી બોગીમાં જતા રહ્યા. ત્યાં જ કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા(Social media) પર અપલોડ કર્યો, જે હવે વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો :મળો-કળયુગના ભૈંસાસુરને- જે ભેંસની જેમ  ખાય છે ચારો- કારણ જાણીને તમે પણ રહી જશો દંગ- જુઓ વિડીયો

કહેવામાં આવી રહ્યું છે કે આખલો સ્ટેશન પર ફરતો હતો. જેને તોફાની તત્વો દ્વારા ટ્રેનની અંદર બાંધી દેવામાં આવ્યો હતો. તેઓએ તેને ટ્રેનની સીટ સાથે બાંધી દીધો. આખલાને જોઈને કોચમાં રહેલા લોકો ડરી ગયા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. 
 

Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Expenditure limit: ઉમેદવારોને મોટી રાહત! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘ખર્ચ મર્યાદા’માં જબરદસ્ત વધારો – શું છે નવું ગણિત?
India-US Agreement: ભારત-અમેરિકા વચ્ચે ૧૦ વર્ષના સંરક્ષણ સહયોગના માળખા પર ઐતિહાસિક સમજૂતી, દ્વિપક્ષીય સંબંધો મજબૂત.
Rohit Pawar FIR: ડોનાલ્ડ ટ્રમ્પના નામે નકલી આધાર કાર્ડનો ડેમો આપવા બદલ NCP(SP)ના રોહિત પવાર સામે FIR
Exit mobile version