Site icon

પોસ્ટ ઓફિસમાં નોકરીની સુર્વણ તક- આટલી પોસ્ટ માટે થશે બંપર ભરતી- અહીં કરો અરજી

News Continuous Bureau | Mumbai

સરકારી નોકરી(Govt job) માટે ઇચ્છુક લોકો માટે મહત્વના સમાચાર છે. ભારતીય ટપાલ વિભાગમાં (Indian Postal Department) બમ્પર ભરતી(recruitment) કરવામાં આવવાની છે. આ ભરતી પોસ્ટ ઓફિસમાં(Recruitment Post Office) પોસ્ટમેન(Postman), મેલ ગાર્ડ (Mail Guard) સહિતની ઘણી જગ્યાઓ માટે કરવામાં આવનાર છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો ઈન્ડિયા પોસ્ટ વેબસાઈટ(India Post Website) https://www.indiapost.gov.in/ મારફતે અરજી કરી શકે છે. પોસ્ટે નોકરીની ભરતી માટે ઑફલાઇન અરજીઓ(Offline applications) પણ મગાવી છે.

Join Our WhatsApp Community

ભારતીય ટપાલ વિભાગ આ ભરતી દ્વારા 98 હજાર 83 ખાલી રહેલા પદ ભરવાનું છે. સરકારે દેશભરના 23 સર્કલમાં પોસ્ટ ઓફિસમાં રહેલી ખાલી જગ્યા ભરવા માટે પરવાનગી આપી છે.

આ સમાચાર પણ વાંચો : જેલમાં બંધ સંજય રાઉતની મુશ્કેલીમાં વધારો- EDએ ફરી એકવાર પાત્રાચાલ કૌભાંડ કેસ આ ત્રણ સ્થળોએ પાડ્યા દરોડા

પોસ્ટલ વિભાગમાં નોકરી માટે અરજી કરનારા યુવાનોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મા ધોરણની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. આ સાથે સંબંધિતોને કોમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન (Basic computer knowledge) હોવું જોઈએ. ઉમેદવારોએ અરજી કરતા પહેલા પોસ્ટની વેબસાઇટ પર સત્તાવાર જાહેરાત તપાસવાની રહેશે.

અરજી કરનાર ઉમેદવારની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 32 વર્ષ છે.  અરજી કરવાની છેલ્લી તારીખ – 23 સપ્ટેમ્બર 2022 છે.

ભારતીય ટપાલ વિભાગની જગ્યાઓ માટે અરજી કરનારા રસ ધરાવતા ઉમેદવારોએ અધિકૃત વેબસાઇટ indiapostgdsonline.gov.in ની મુલાકાત લેવાની રહેશે.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version